7th Pay Commission: 1 કરોડ કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! બુધવારે સરકાર વધારશે મોંઘવારી ભથ્થું
DA Hike: 1 કરોડ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશીના સમાચાર છે. કાલ બુધવાર 9 ઓક્ટોબરે કેબિનેટની બેઠક યોજાવાની છે. કેબિનેટની બેઠક બાદ સરકાર મોંઘવારી ભથ્થાની જાહેરાત કરી શકે છે. કાલે સવારે 10.30 કલાકે કેબિનેટની બેઠક છે. ત્યારબાદ સરકાર મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરી શકે છે.
Trending Photos
નવી દિલ્હીઃ મોંઘવારી ભથ્થાની આતૂરતાપૂર્વક રાહ જોઈ રહેલાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને દશેરા પહેલાં મોટી ભેટ મળી શકે છે. બુધવારે યોજાનારી કેબિનેટની બેઠકમાં મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત થઈ શકે છે. બુધવારે સવારે 10.30 કલાકે પીએમ મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાશે. ત્યારબાદ સરકાર સત્તાવાર મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરી શકે છે. સરકાર કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3થી 4 ટકાનો વધારો કરી શકે છે. અત્યારે કેન્દ્રીય કર્ચારીઓને 50 ટકાના દરે મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે. સરકાર ડીએ વધારવાની જાહેરાત ઓક્ટોબરમાં કરશે પરંતુ તેને 1 જુલાઈથી લાગૂ કરવામાં આવશે. ઓક્ટોબરના મહિનામાં 3 મહિનાનું એરિયર આવશે. સાથે દિવાળી બોનસ પણ આવશે.
કેન્દ્રીય કર્મચારીઓનું ડીએ 54 ટકા થઈ જશે
સરકાર ડીએને 50 ટકાથી વધારી 54 ટકા કરી શકે છે. આ વર્ષે માર્ચ 2024માં પણ સરકારે મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કર્યો હતો. દર છ મહિને ડીએની સમીક્ષા થાય છે. જાહેરાત જ્યારે પણ થાય તેને લાગૂ 1 જાન્યુઆરી અને 1 જુલાઈથી કરવામાં આવે છે.
કેન્દ્રીય કર્મચારીનો પગાર વધશે
કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું એક જરૂરી ભાગ છે, જે ઓલ ઈન્ડિયા કંઝ્યુમર પ્રાઇઝ ઈન્ડેક્સ (AICPI) ની એવરેજ પર આધારિત હોય છે. જો આ વખતે 3 ટકા ડીએ વધે છે, તો જેનો બેસિક પગાર 18000 રૂપિયા છે. તેનું મહિને ડીએ 9000 રૂપિયાથી વધી 9540 રૂપિયા થઈ જશે. જો 4 ટકાનો વધારો થાય તો તે 9720 સુધી પહોંચી શકે છે.
તહેવારોની સીઝનમાં રાહતની આશા
ઓક્ટોબરમાં થનાર ડીએ વધારાની જાહેરાતથી કર્મચારીઓ અને પેન્શનરોને તહેવારોની સીઝનમાં રાહત મળવાની આશા છે. મોંઘવારીથી પરેશાન કર્મચારીઓને તેનો સીધો ફાયદો મળશે. સરકારનું ધ્યાન અત્યારે મોંઘવારી ભથ્થું વધારવા અને મોંઘવારીને નિયંત્રિત કરવા પર છે, પરંતુ સાથે આઠમાં પગાર પંચને લઈને પણ ચર્ચા ચાલી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે