7મું પગાર પંચ: શરૂ થઇ કર્મચારીઓની મહત્વપૂર્ણ બેઠક, સાંજ સુધી લેવાશે મોટો નિર્ણય

7મું પગાર પંચ: શરૂ થઇ કર્મચારીઓની મહત્વપૂર્ણ બેઠક, સાંજ સુધી લેવાશે મોટો નિર્ણય

7મા પગાર પંચ હેઠળ ભથ્થું આપવા, જૂની પેંશન યોજના તથા અન્ય માંગોને લઇને રેલવે કર્મચારીના સંગઠન ઉત્તરી રેલવે મજદૂર યૂનિયને સોમવારે પોતાની વર્કિંગ કમિટીની બેઠક બોલાવી છે. આ બેઠકમાં સાજ સુધી રેલવે કર્મચારીઓની માંગણીને લઇને મહત્વપૂર્ણ નિર્ણય થવાની સંભાવના છે. બેઠકમાં રેલવે કર્મચારી એક નિશ્વિતપણે સમયરેખામાં માંગ પુરી ન થતાં હડતાળની પણ નોટીસ આપી શકે છે.  

જે માંગ પુરી કરશે તેને મળશે વોટ
ઉત્તરીય રેલવે મજદૂર યૂનિયન દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તે આગામી લોકસભા ચૂંટણીમાં તે રાજકીય પાર્ટીનું સમર્થન કરશે જે રેલવે કર્મચારીઓની માંગને પુરી કરશે. સંગઠન દ્વારા પોતાની માંગોને લઇને 03 થી 10 ડિસેમ્બર વચ્ચે દિલ્હી મંડળ રેલવે મેનેજમેન્ટ કાર્યાલય પર ક્રમિક ભૂખ હડતાળ પણ કરી. સોમવારે આ ભૂખ હડતાળના સમાપન અવસર પર સંગઠનની વર્કિંગ કમિટીની બેઠક બોલાવી છે. આ બેઠકમાં કર્મચારીઓની વિભિન્ન માંગોની સાથે જ સરકારના વલણ પર ચર્ચા કરશે. આ બેઠકમાં ભાગ લેવા માટે દેશભરમાં રેલવેમાં એપ્રેંટિસ કરી રહેલા યુવાનો પણ પહોંચ્યા છે. આ યુવાનોને કાયમી નોકરી આપવાની માંગ પણ કરવામાં આવી રહી છે. 

રેલવે મંત્રાલયે માંગો પર વિચાર કરવા માટે આપ્યું આશ્વાસન
રેલવે કર્મચરીના સંગઠન ઉત્તરીય રેલવે મજબૂર યૂનિયનના અધ્યક્ષ એસએન મલિકે જણાવ્યું કે 07 ડિસેમ્બરને નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન રેલવે મેનના મહાસચિવ ડોક્ટર એમ રાઘવૈયાએ રેલવે મંત્રી સાથે મુલાકાત કરી રેલવે કર્મીઓની મુખ્ય માંગ જેવી કે જૂની પેંશન સ્કીમ આપવા, 7મા પગારપંચ હેઠળ પગાર ભથ્થા આપવા તથા અન્ય માંગોને લઇને તેમની સમક્ષ ઉઠાવ્યો.

આ મુલાકાત દરમિયાન રેલવે મંત્રીએ માંગો પર વિચાર કરવા અંગે આશ્વાસન આપ્યું. મલિકે જણાવ્યું કે રેલવે મંત્રાલય બે વખત કર્મીઓ સાથે મુલાકાત કરી તેમની માંગો પુરી કરવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે. એવામાં આ વખતે પણ માંગો પર કેટલું ધ્યાન આપવામાં આવશે તે કહી ન શકાય. એવામાં 10 ડિસેમ્બરના રોજ સંગઠનની વર્કિંગ કમિટીની બેઠકમાં સરકારને એક નિશ્વિત સમયમાં માંગોને પુરી કરીને નોટિસ આપવામાં આવશે. આ સમયમર્યાદામાં માંગ પુરી ન થતાં હડતાળની જાહેરાત કરવામાં આવશે. 

ઘર ખરીદનારાઓ માટે ફાયદાના સમાચાર, આ પ્રકારે બચાવી શકો છો લાખો રૂપિયા
       
આ છે કર્મચારીઓની મુખ્ય માંગો
ન્યૂનતમ વેતનને 18000 હજારથી વધારીને 26000 કરવામાં આવે
ફિટમેંટ ફોર્મૂલા 2.57થી વધારીને 3.7 કરી દેવામાં આવે
નવી પેંશન સ્કીમને ખતમ કરી જૂની પેંશન સ્કીમને લાગૂ કરવામાં આવે
ટ્રેકમેનો માટે એલડીસી ઓપન કરવામાં આવે
સુપરવાઇઝરોને ગ્રેડ પે 4600 થી વધારીને 4800 કરવામાં આવે
સંરક્ષા શ્રેણીને બધા કર્મચારીઓને રિસ્ક તથા હાર્ડશિપ એલાઉંસ આપવામાં આવે
સંરક્ષા શ્રેણીમાં ખાલી 1.30 લાખ ખાલી જગ્યાઓ પર તાત્કાલિક ભરી દો
રનિંગ સ્ટોકના કિલોમીટર એલાઉંસના ભાવને સાતમા પગાર પંચ હેઠળ આપવામાં આવે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news