7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓને દિવાળીની શાનદાર ભેટ! પગારમાં 12% નો વધારો

7th Pay Commission Update: કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓને દિવાળી મોટી ભેટ આપી છે. સરકારે કર્મચારીઓ તથા અધિકારીઓના પગારમાં લગભગ 12% નો વધારાને મંજૂરી આપી દીધી છે. આવો જાણીએ લેટેસ્ટ અપડેટ.

7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓને દિવાળીની શાનદાર ભેટ! પગારમાં 12% નો વધારો

7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબરી છે. કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓને દિવાળીની મોટી ભેટ આપી છે. સરકારે વેરિએબલ મોંઘવારી ભથ્થામાં વધારો કર્યા બાદ 4 જનરલ ઇંશ્યોરન્સ કંપની (General Insurance Companies) ના કર્મચારીઓ અને અધિકારીઓના વેતનમાં લગભગ 12% ના વધારાને મંજૂરી આપી દીધી છે. તમને જણાવી દઇએ કે કર્મચારીઓનો વેતન વધારો ઓગસ્ટ 2017 થી મળશે. કેન્દ્રીય નાણા મંત્રાલય (Finance Ministry) એ તેના માટે એક નોટિફિકેશન જાહેર કરી જાણકારી આપી છે. 

નાણા મંત્રાલયે જાહેર કર્યું નોટિફિકેશન
કેન્દ્રીય નાણા મંત્રાલય તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર પબ્લિક સેક્ટરની 4 વિમા કંપનીઓના કર્મચારીઓના પગારમાં સરેરાશ 12% નો વધારો કરવામાં આવ્યો છે. આ વધારો ઓગસ્ટ 2017 થી લાગૂ રહેશે. અમારી સહયોગી વેબસાઇટ 14 ઓક્ટોબર 2022 ના રોજ જાહેર નોટીફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે 'આ યોજના સામાન્ય વિમા (અધિકારીઓના વેતનમાન અને અન્ય સેવા શરતોનું યુક્તિકરણ) રિવીઝન પ્લાન, 2022 કહેવામાં આવી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે સરકારના આ નિર્ણય પર 8,000 કરોડ રૂપિયાનો બોજો વધશે. 

કેટલા લોકોને મળશે ફાયદો? 
નાણા મંત્રાલય તરફથી જાહેર નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું 'આ સુધારા વેતન 1 ઓગસ્ટથી લાગૂ છે. આ તે લોકો માટે પણ લાગૂ છે જે આ કંપનીઓની સેવામાં તે સમય હતા. 

કર્મચારીઓને મળશે 5 વર્ષનું એરિયર
સરકાર તરફથી જાહેર નોટિફિકેશન અનુસાર, અધિકારીઓ અને કર્મચારીઓને 5 વર્ષના લેણાં ચૂકવવામાં આવશે. તેના અંતગર્ત 2022 થી આગામી સુધારેલ પગાર ચૂકવવાપાત્ર કંપની અને કંપનીના પ્રદર્શનના આધાર પર એક પરિવર્તનીય વેતનના રૂપમાં આપવામાં આવશે.

આ છે સરકારી જનરલ ઇંશ્યોરન્સ કંપની
અત્યારે જનરલ ઇંશ્યોરન્સ ક્ષેત્રમાં સરકાર તરફથી ચાર કંપનીઓ છે. તેમાં ન્યૂ ઇન્ડીયા ઇશ્યોરન્સ કંપની લિમિટેડ, યૂનાઇટેડ ઇન્ડીયા ઇશ્યોરન્સ કંપની લિમિટેડ, ધ ઓરિએન્ટલ ઇંશ્યોરન્સ કંપની લિમિટેડ અને નેશનલ ઇંશ્યોરન્સ લિમિટેડ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news