Aadhaar ને લઇને UIDAI એ ફરી કર્યો ફેરફાર, અપડેટ કરતાં પહેલાં જાણો લો

UIDAI એ આધારમાં જન્મ તારીખને અપડેટ કરવવા માટે કેટલીક શરતો નક્કી કરી છે. તેના અનુસાર જો તમારે જન્મ તારીખમાં ફેરફારની સ્થિતિમાં ત્રણ વર્ષથી ઓછું અંતર છે તો તમે સંબંધિત ડોક્યુમેન્ટ સાથે કોઇપણ નજીકના આધાર સુવિધા કેંદ્વમાં જઇને તેમાં સુધારો કરી શકો છો.

Aadhaar ને લઇને UIDAI એ ફરી કર્યો ફેરફાર, અપડેટ કરતાં પહેલાં જાણો લો

નવી દિલ્હી: આધાર કાર્ડ (Aadhaar Card) એટલે કે બેંક એકાઉન્ટને લઇને પાસપોર્ટ બનાવવા માટે જરૂરી દસ્તાવેજ છે. પરંતુ આધારમાં જો નામ અથવા જન્મ તારીખ ખોટી હોય તો તે તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. તેને જોતાં ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તામંડળ (UIDAI) જન્મ તારીખ, નામમાં ફેરફાર માટે કેટલીક શરતો નક્કી કરી છે. તો બીજી તરફ મોબાઇલ નંબર અને અન્ય ફેરફાર માટે ડોક્યૂમેન્ટની જરૂર નહી પડે. જો તમે પણ આમાંથી કંઇપણ અપડેટ કરાવવાનું વિચારી રહ્યા છો તો પહેલાં આ સમાચાર વાંચી લો.

આ છે સુધારાની શરત
UIDAI એ આધારમાં જન્મ તારીખને અપડેટ કરવવા માટે કેટલીક શરતો નક્કી કરી છે. તેના અનુસાર જો તમારે જન્મ તારીખમાં ફેરફારની સ્થિતિમાં ત્રણ વર્ષથી ઓછું અંતર છે તો તમે સંબંધિત ડોક્યુમેન્ટ સાથે કોઇપણ નજીકના આધાર સુવિધા કેંદ્વમાં જઇને તેમાં સુધારો કરી શકો છો. ત્રણ વર્ષથી વધુનું અંતર હશે તો તમારે સ્થાનિક આધાર કેંદ્વમાં ડોક્યૂમેન્ટ લઇને જવું પડશે. UIDAI એ કહ્યું છે કે આધારમાં લિંગ સુધાર સુવિધા હવે એકવાર જ મળશે. 

આ ડોક્યૂમેન્ટ હશે જરૂરી
જન્મ તારીખમાં ફેરફાર માટે જન્મનું પ્રમાણપત્ર, પાનકાર્ડ, પાસપોર્ટ, લેટર હેડ પર ગ્રુપ-એ ગેજેટેડ ઓફિસરથી પ્રમાણિત જન્મ તારીખ, ફોટો ઓળખપત્રનું પ્રમાણપત્ર, કેંદ્વ સરકાર સ્વાસ્થ્ય સેવા યોજના ફોટો કાર્ડ અથવા પૂર્વ સૈનિક ફોટો આઇડી લેટરહેડ, ધોરણ 10 અથવા 12નું સર્ટિફિકેટ, ફોટો આઇડી, ઓળખપત્રમાં કોઇપણ એક ડોક્યૂમેન્ટ સાથે લઇ જવું જરૂરી રહેશે. 

ખોટું નામ છપાયું હોય તો આ કરો
જો આધાર કાર્ડમાં તમારું નામ ખોટું છપાયું હોય અને તમે તેને અપડેત કરવા માંગો છો તો તેના માટે પણ કેટલીક ગાઇડલાઇન્સ નક્કી કરવામાં આવી છે. UIDAI ના નવા ફેંસલા અનુસાર હવે નામ અપડેટ કરાવવા માટે ફક્ત બે તક મળશે. ત્યારબાદ પણ જો નામ ખોટું રહે છે તો તેને ઇનવેલિડ કરાવીને નવા કાર્ડ માટે અરજી કરવી પડશે. 

નામ અપડેટ માટે જોઇશે આ ડોક્યૂમેન્ટ
આધારમાં નામ અપડેટ કરાવવા માટે પાનકાર્ડ, પાસપોર્ટ, વોટર આઇડી, ડ્રાઇવિંગ લાઇસન્સ, સરકારી ઓળખ પત્ર, એજ્યુકેશન સર્ટિફિકેટ, જાતિનું પ્રમાણપત્ર, પેંશન ફોટો કાર્ડ જેવા મહત્વપૂર્ણ ડોક્યૂમેન્ટ્સની જરૂર પડશે. આ ડોક્યૂમેન્ટ્સની સાથે આધાર કેંદ્વ પર જઇને નામમાં સુધારો કરાવી શકાય છે. 

શું જરૂરી છે આધાર?
આધારની જરૂરીયાત ઘણી જગ્યાએ પડે છે. એટલા માટે ઘણી જગ્યાએ તેને બીજા દસ્તાવેજ, એકાઉન્ટ સાથે લિંક કરવા માટે કહેવામાં આવ્યું છે. આધારની જરૂરિયાત પેન્શનવાળાઓને પણ પડે છે. જોકે પેન્શન માટે આધાર કાર્ડની લિંક ન હોવાથી પેન્શન ન મળે. તો બીજી તરફ પેન નંબર આધાર સાથે લિંક હર્ની થતાં તેને ઇનવેલિડ ગણવામાં આવે છે. જોકે પાન સાથે લિંક કરવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર છે. તો બીજી તરફ પાન સાથે લિંક ન થતાં ટેક્સ રિટર્ન પણ નહી ભરી શકે. જનધન જેવી યોજનાઓમાં ફક્ત આધારનો જ ઉપયોગ કરવામાં આવે છે. આધાર કાર્ડની મદદથી ડિજિટલ લોકરનો પણ ઉપયોગ કરવામાં આવી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news