ચૂંટણીના પરિણામો બાદ બજારમાં ઉછાળો, સેન્સેક્સ અને નિફ્ટીમાં બઢત

ચૂંટણીના પરિણામો બાદ બજારમાં ઉછાળો, સેન્સેક્સ અને નિફ્ટીમાં બઢત

વિધાનસભા ચૂંટણીના પરિણામો પર શેર બજારે પરિપક્વતાનું પ્રદર્શન કર્યું છે. ત્રણ મોટા પ્રદેશોમાં ભાજપ સત્તામાંથી બહાર થવા છતાં બુધવારે બોમ્બે સ્ટોક એક્સચેંજ (બીએસઇ)ના 31 શેરોના સંવેદી ઈન્ડેક્સ સેન્સેક્સ 127.83 પોઈન્ટ એટલે કે 0.36% ના ઉછાળા સાથે 35,277.84 પર ખુલ્યો. તો બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેંજ (એનએસઇ)ના 50 શેરોના સંવેદી ઈન્ડેક્સ નિફ્ટી 41.85 પોઈન્ટ એટલે કે 0.40% ની તેજી સાથે 10,591 પર ખુલ્યો હતો. ઉર્જિત પટેલના પદ છોડ્યા બાદ આરબીઆઇને શક્તિકાંત દાસના રૂપમાં મળેલા નવા ગર્વનરથી બેકિંગ સેક્ટરના શેરોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.

9:24 વાગે સેન્સેક્સ પર 28 શેરોમાં વધારો અને 2 શેરોમાં ઘટાડો જોવા મળ્યો જ્યારે બાકીના 1 શેરનો ભાવ બદલાયો નહી. તો બીજી તરફ નિફ્ટી પર 44 શેરોમાં ઉછાળો જ્યારે 6 માં ઘટાડો જોવા મળ્યો. 9:28 વાગ્યા સુધી સેન્સેક્સના જે શેરોમાં સૌથી વધુ ઉછાળો આવ્યો, તેમાં યસ બેંક 4.23%, હીરો મોટોકોર્પ 2.71%, ભારતીય એરટેલ 2.45%, ટાટા સ્ટીલ 1.78%, મહિંદ્વા એન્ડ મહિંદ્વા 1.53, કોટક મહિંદ્વા બેંક 1.40%, મારૂતિ 1.36%, વેદાંતા 1.24%, એસબીઆઇ 1.12% અને એક્સિસ બેંક 1.09% સુધી ચઢ્યો હતો.

તો બીજી તરફ નિફ્ટી પર ઇંડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ 4.70%, યસ બેંક 3.85%, હીરો મોટોકોપ 2.52%, ભારતીય એરટેલ 2.41%, હિંડાલ્કો 2.15%, ટાટા સ્ટીલ 1.97%, યૂપીએલ 1.96%, મહિંદ્વા એન્ડ મહિંદ્વા 1.63%, બજાજ ઓટો 1.91% અને બજાજ ફાઇનાન્સ 1.69% સુધી મજબૂત થયો હતો. 

9:35 વાગ્યા સુધી સેન્સેક્સના બધા 31 શેર ગ્રીન ઝોનમાં જતા રહ્યા હતા. તો નિફ્ટીના ત્રણ શેરોમાં ડો. રેડ્ડી (1.06%), હિંદુસ્તાન પેટ્રો (0.32%), ટાઇટન (0.09%) અને કોલ ઇન્ડીયા (0.04%)માં ઘટાડો જોવા મળ્યો. આ દરમિયાન નિફ્ટીના બધા સેક્ટોરલ ઇંડિસેઝ ગ્રીન ઝોનમાં જતા રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે મંગળવારે વિધાનસભાની ચૂંટણીના દિવસે શેર બજાર શરૂઆતી કારોબારમાં 500 પોઈન્ટ તૂટ્યો હતો, પરંતુ પછી રિકવરી આવી અને પછી સેન્સેક્સ 190.29 પોઈન્ટ (0.54%) અને નિફ્ટી 69.50 પોઈન્ટ (0.66%) ની મજબૂતી સાથી ક્રમશ: 35,150.01 અને 10,557.95 પર બંધ થયો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news