નવા લુકમાં લોન્ચ થયું બજાજ Pulsar 150 Classic, જાણો કિંમત અને ફિચર્સ


અગ્રણી ટુ વ્હીલર કંપની બજાજ ઓટોએ સૌથી લોકપ્રિય બાઇક પલ્સરને ફરીથી મેદાનમાં ઉતાર્યું છે. આ વખતે કંપનીએ પલ્સરને નવા અંદાજમાં લોન્ચ કર્યું છે. 

નવા લુકમાં લોન્ચ થયું બજાજ Pulsar 150 Classic, જાણો કિંમત અને ફિચર્સ

નવી દિલ્હી: અગ્રણી ટુ વ્હીલર કંપની બજાજ ઓટોએ તેના સૌથી લોકપ્રિય બાઇક પલ્સરને ફરી એકવાર મેદાનમાં ઉતાર્યું છે. આ વખતે કંપનીએ પલ્સરને નવા અંદાજમાં લોન્ચ કર્યું છે. બાઇકની ડિમાન્ડને ધ્યાને રાખીને કંરનીએ કંપનીએ તેને પલ્સર 150 ક્લાસિકના નામથી લોન્ચ કર્યું છે. બ્લેક કલરમાં આવનાર પ્લસર 150ની જગ્યાએ બે નવા રંગોમાં 150 ક્લાસિક રોડ પર દોડશે. બંન્ને નવા કલરને બ્લેક કલર સાથે જ હાઇલાઇટ કરવામાં આવ્યા છે. પ્રથમ રેડ કલરને બ્લેક કલરમાં હાઇલાઇટ કરવામાં આવ્યો છે. તો બીજા કલરમાં પણ બ્લેક કલરમાં સિલ્વર કલરને હાઇલાઇટ કરવામાં આવ્યો છે.  

પલ્સરની કિંમતોમાં કોઇ બદલાવ નહીં
સહયોગી વેબસાઇટ www.zeebiz.com/hindi અનુસાર નવા રંગ સાથે મેદાનમાં ઉતારવામાં આવેલ પલ્સરની કિંમતોમાં કોઇ પણ પ્રકારનો બદલાવ કરવામાં આવ્યો નથી. બજાજ પલ્સર 150 ક્લાસિકને નવા કલર વેરિએન્ટની દિલ્હીમાં એક્સ શો-રૂમ પ્રાઇસ 64,998 રૂપિયા રાખવામાં આવી છે. બજાજ પલ્સર 150 ક્લાસિકને જૂન 2018માં લોન્ચ કરાયું હતું. નવા કલર્સમાં બાઇકની હેડલાઇટ ક્લસ્ટર, બ્રેક, ગ્રેવ હેન્ડલ, રિમ ટેપ અને સાઇડ પેનલના ફોક્સ વેટ્સ પર રેડ અથવા તો સિલ્વર કલર જોવા મળશે.

बजाज पल्सर 150 क्लासिक, Bajaj Pulsar 150 Classic, Pulsar 150 Classic, Pulsar 150 Classic specification

સીટ પર રેડ કલરના દોરાથી કરાઇ સીલાઇ 
પલ્સર 150 ક્લાસિકના રેડ અને સિલ્વર હાઇલાઇટ્સ વાળા વેરિએન્ટમાં સીટ પર રેડ કલરના દોરાથી સીલાઇ કરવામાં આવી છે. સિલ્વર હાઇલાઇટ્સ વર્ઝનમાં પણ એવું જ જોવા મળે છે. લીક થયેલી તસવીરોમાં આ પ્રકારની જાણાકારી સામે આવી છે. પરંતુ કંપનીએ આ બાઇકના વિશે કોઇ પણ ઓફિશિયલ વેબસાઇટ પર અપડેટ કર્યું નથી. પરંતુ ડીલર્સ પાસે આ બાઇક પહોંચવા લાગી છે. 

ટેકનિકલ રીતે કોઇપણ બદલાવ નથી 
નવા અવતારમાં આવેલી પલ્સરમાં કોઇ પણ પ્રકારનો ટેકનીકલ બદલાવ કરવામાં આવ્યો નથી. તેમા 149 સીસી, એયર કુલ્ડ, સિંગલ સિલિન્ડર એન્જીન આપવામાં આવ્યું છે. આ એન્જીન 8000rpmના પાવર અને 6000rpm પર 13.4Nmનો ટૉર્ક જનરેટ કરે છે. બાઇકમાં 5-સ્પિડ ગીયર બોક્સ આપવામાં આવ્યું છે.

बजाज पल्सर 150 क्लासिक, Bajaj Pulsar 150 Classic, Pulsar 150 Classic, Pulsar 150 Classic specification

આની સાથે થશે જોરદાર ટક્કર 
બજાજ પલ્સર 150 ક્લાસિકની ટક્કર હીરો ગ્લેમર એફઆઇ(66,400 રૂપિયા) હીરો એચીવર 150 (66,100 રૂપિયા) અને પલ્સર 13 (64,489 રૂપિયા) સાથે થશે. બજાજ પલ્સરની 150સીસી બાઇક પહેલેથીજ બાઇર પ્રેમીઓમાં લોકપ્રિય રહી છે. માટે જ કંપની તેને અલગ-અલગ અવતારમાં રજૂ કરી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news