આ મહિને સતત 8 દિવસ બંધ રહી શકે છે બેન્ક, પૂરા કરી લો જરૂરી કામ

જો આ મહિને તમારે બેન્ક સાથે જોડાયેલા કોઈ કામ હોય તો આઠ માર્ચ પહેલા પૂરા કરી લો, કારણ કે આ મહિને બેન્ક કર્મચારીઓની ત્રણ દિવસની હડતાળ અને હોળીની રજા સતત આવી રહી છે. 

Updated By: Mar 3, 2020, 06:48 PM IST
આ મહિને સતત 8 દિવસ બંધ રહી શકે છે બેન્ક, પૂરા કરી લો જરૂરી કામ

નવી દિલ્હીઃ જો તમે માર્ચ મહિનામાં પોતાના બેન્ક સંબંધિત કામને પૂરા કરવાનું વિચારી રહ્યાં છો તો આ સપ્તાહે સમાપ્ત કરી દો. જો તમે આમ ન કર્યું તો તમારૂ કામ વચ્ચે અટકી શકે છે, કારણ કે માર્ચ મહિનામાં સતત આઠ દિવસ સુધી બેન્ક બંધ રહી શકે છે. તેવામાં બેન્કોનું કામકાજ ઠપ્પ રહેવાને કારણે બ્રાન્ચોમાં લેણ-દેણ અને ચેક ક્લિયરેન્સ જેવા ગ્રાહકોના જરૂરી કામ પણ રોકાઇ શકે છે. 

8-15 માર્ચ સુધી બંધ રહી શકે છે બેન્ક
સરકારી બેન્કોનું કામકાજ 8 માર્ચથી 15 માર્ચ સુધી સતત આઠ દિવસ સુધી સંપૂર્ણ રીતે બંધ રહી શકે છે. તમને જણાવી દઈએ કે આઠ માર્ચે રવિવાર છે. ત્યારબાદ દેશભરમાં ઘણી જગ્યાઓ પર હોળીની રજ્જા 9 માર્ચે છે તો ઘણી જગ્યાએ 10 માર્ચે અને કોઈ જગ્યાએ 9 તથા 10 માર્ચે બંન્ને દિવસે બેન્કોની રજા રહેશે. 

બેન્ક કર્મચારીઓની 3 દિવસીય હડતાળ
ત્યારબાદ 11, 12 અને 13 માર્ચથી તો સરકારી બેન્કોના યૂનિયનોની આગેવાનીમાં બેન્ક કર્મચારી હડતાળ પર જઈ શકે છે. તેથી આ ત્રણ દિવસ દેશભરમાં સરકારી બેન્ક બંધ રહેશે. બેન્કની હડતાળ પૂરી થયા બાદ 14 માર્ચે બીજો શનિવાર છે જેના કારણે બેન્ક બંધ રહેશે અને પછી આઠમાં દિવસે એટલે કે 15 માર્ચે રવિવાર હોવાને કારણે બેન્કમાં રજા રહેશે. 

વોડાફોન-આઇડિયાએ બાકી સ્પેક્ટ્રમ ફીના 3043 કરોડ, એરટેલે 1950 કરોડ રૂપિયા ચુકવ્યા   

પગારમાં ફેરફાર કરવાની માગ
બેન્ક કર્મચારી પોતાના પગારમાં ફેરફાર કરવાની માગને લઈને હડતાળ કરવા જઈ રહ્યાં છે. સરકારી બેન્કોના યૂનિયન બેન્ક એમ્પ્લોઇ ફેડરેશન ઓફ ઇન્ડિયા  (BEFI)  અને ઓલ ઈન્ડિયા બેન્ક એમ્પ્લોઈ એસોસિએશને 11થી 13 માર્ચ સુધી દેશવ્યાપી હડતાળનું આહ્વાન કર્યું છે. 

સપ્તાહમાં બે રજાની પણ માગ
બેન્ક કર્મચારીઓનું કહેવું છે કે પાંચ વર્ષમાં બેન્કના અધિકારીઓ અને કર્મચારીઓનું વેતન રિવાઇઝ કરવામાં આવે છે, પરંતુ 2012 બાદ આમ થયું નથી. આ સાથે બેન્ક યૂનિયનોએ સપ્તાહમાં બે રજા આપવાની પણ માગ કરી છે. 

કોરોનાથી ઊભું થયું દવાઓનું સંકટ, 26 દવાઓના એક્સપોર્ટ પર સરકારે લગાવ્યો પ્રતિબંધ  

રોકાઈ શકે છે મહત્વના કામ
બેન્કોનું કામ સતત આટલા દિવસ સુધી બંધ રહેવાને કારણે ગ્રાહકોના મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ગ્રાહક આ દિવસોમાં બેન્કોમાં લેતી-દેતી કરી શકશે નહીં. તો ચેક ક્લિયર જેવા જરૂરી કામ પર પણ અસર પડી શકે છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો બિઝનેસના અન્ય સમાચાર