વોડાફોન-આઇડિયાએ બાકી સ્પેક્ટ્રમ ફીના 3043 કરોડ, એરટેલે 1950 કરોડ રૂપિયા ચુકવ્યા

સરકારે ટેલીકોમ સેક્ટરને રાહત આપવા માટે પાછલા વર્ષે જાહેરાત કરી હતી કે સ્પેક્ટ્રમ ફીની ચુકવણીમાં બે વર્ષ સ્થગન કાળ (મોરેટોરિઅમ) આપવામાં આવશે. 
 

વોડાફોન-આઇડિયાએ બાકી સ્પેક્ટ્રમ ફીના 3043 કરોડ, એરટેલે 1950 કરોડ રૂપિયા ચુકવ્યા

નવી દિલ્હીઃ વોડાફોન-આઇડિયાએ સરકારને બાકી સ્પેક્ટ્રમ ફી (ડેફર્ડ સ્પેક્ટ્રમ ડ્યૂઝ)ના 3043 કરોડ ચુકવી દીધા છે. એરટેલે 1950 કરોડ અને રિલાયન્સ જીયોએ 1053 કરોડ રૂપિયાની ચુકવણી કરી છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈએ સૂત્રોના હવાલાથી મંગળવારે આ જાણકારી આપી છે. આ વખતે ટેલીકોમ કંપનીઓના ડેફર્ડ સ્પેક્ટ્રમ ડ્યૂઝના પેમેન્ટનો છેલ્લો હપ્તો છે. ત્યારબાદ તેને બે વર્ષ માટે રાહત મળી જશે. 

સરકારે ટેલીકોમ સેક્ટરને રાહત આપવા માટે પાછલા વર્ષે જાહેરાત કરી હતી કે સ્પેક્ટ્રમ ફીની ચુકવણીમાં બે વર્ષ સ્થગન કાળ (મોરેટોરિઅમ) આપવામાં આવશે. આ દરમિયાન ભારતી એરટેલ, વોડાફોન-આઇડિયા અને જીયોને કુલ 42,000 કરોડ રૂપિયાની ચુકવણીમાંથી રાહત મળવાની આશા છે. પરંતુ બાદમાં ચુકવણી કરવી પડશે. 

વોડાફોન-આઇડિયાએ એજીઆરને 3500 કરોડ રૂપિયા ચુકવ્યા
વોડાફોન-આઇડિયાની 3043 કરોડ રૂપિયાની ચુકવણી તે માટે મહત્વની છે, કારણ કે કંપની સમાયોજિત કુલ આવક (એજીઆર) મામલાને કારણે પહેલાથી જ આર્થિક દવાબમાં છે. સરકારી અંદાજ પ્રમાણે વોડાફોન-આઇડિયા પર એજીઆરના 53000 કરોડ રૂપિયા બાકી છે. કંપની બે વારમાં 3500 કરોડ રૂપિયાની ચુકવણી કરી ચુકી છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news