Income Tax માં ફોર્મ 15G/15H નો શું છે ફાયદો, પૂરી કરવી પડશે કેટલીક શરત

ભારે આવકવેરાની કપાસને કારણે લોકો ઘણા પરેશાન છે અને તેનાથી બચવા માટે કોઈને કોઈ પ્રકારે ઉપાય શોધતા રહે છે. જો તમે પણ બેન્કની FD કરાવી છે

Income Tax માં ફોર્મ 15G/15H નો શું છે ફાયદો, પૂરી કરવી પડશે કેટલીક શરત

નવી દિલ્હી: ભારે આવકવેરાની કપાસને કારણે લોકો ઘણા પરેશાન છે અને તેનાથી બચવા માટે કોઈને કોઈ પ્રકારે ઉપાય શોધતા રહે છે. જો તમે પણ બેન્કની FD કરાવી છે, તો અગાઉથી ખાતરી કરી લો કે બેન્ક આ જમા રકમ પર મળતા વ્યાજ પર TDS (ટેક્સ ડિડક્શન એટ સોર્સ) ના કાપે. જો તમે ઇનકમ ટેક્સના દાયરામાં નથી તો બેન્ક એફડી પર ટીડીએસ કાપશે નહીં. તે પણ જાણી લોકો કે જો બેન્ક એફડી પર તમને કોઈ એક ફાઈનાન્સિયલ વર્ષમાં 40,000 થી વધારે વ્યાજની આવક છે, તો ટીડીએસ જરૂર કપાશે.

જાણી લો 15H/15G ના ફાયદા
ટીડીએસ ના કપાય તે માટે બેન્ક પાસે ફોર્મ 15H/15G જમા કરાવું પડે છે. જો તમે ગત ફાઈનાન્સિયલ વર્ષમાં એફડી માટે આ ફોર્મ જમા કર્યા છે, તો પણ આ નવા ફાઈનાન્સિયલ વર્ષ શરૂય થયા બાદ જમા કરાવું પડશે. બેન્ક એફડી પર મળતા વ્યાજ પર રોકાણકારોને જ ટેક્સ ચૂકવવો પડે છે અને બેન્ક તેના પર ટીડીએસ લગાવે છે. જે ઇનકમ ટેક્સ રિટર્ન (ITR) ફાયલિંગ દરમિયાન એડજસ્ટ કરવામાં આવે છે.

ફોર્મ 15G માટેની શરતો?
60 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિ અથવા HUF (હિન્દુ અવિભાજિત પરિવાર) અથવા ટ્રસ્ટ અથવ અન્ય એસેસરીઝ આ ફોર્મને ભરી શકે છે. પરંતુ તે કંપનીઓ અથવા ફર્મ માટે નથી.
માત્ર ભારતીય રહેવાસીઓ જ ભરી શકે છે.
કાયમી એકાઉન્ટ નંબર (પાન) હોવો જોઇએ.
કુલ આવક પર ટેક્સ શૂન્ય હોવો જોઇએ.
ફિક્સ્ડ ડિપોઝિટમાંથી કુલ વ્યાજની આવક નિશ્ચિત એગ્જેપ્શન લિમિટની અંદર હોવી જોઇએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news