અર્થવ્યવસ્થા માટે ખતરાની ઘંટી, 8 કોર સેક્ટરોના ઉત્પાદનમાં મોટો ઘટાડો

ભારતીય અર્થવ્યસ્થા પર કોરોના સંકટની ખરાબ અસર જોવા મળી રહી છે. જુલાઈમાં આઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (આઠ કોર) સેક્ટરના ઉત્પાદનમાં મોટો ઘટાડો નોંધાયો છે. 

અર્થવ્યવસ્થા માટે ખતરાની ઘંટી, 8 કોર સેક્ટરોના ઉત્પાદનમાં મોટો ઘટાડો

નવી દિલ્હીઃ ભારતીય અર્થવ્યવસ્થા પર કોરોના સંકટની ખરાબ અસર જોવા મળી રહી છે. જુલાઈમાં આઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (આઠ કોર) સેક્ટરોના ઉત્પાદનમાં મોટો ઘટાડો નોંધાયો છે. સરકારના આંકડા પ્રમાણે જુલાઈ મહિનામાં દેશના આઠ કોર સેક્ટરના ઉત્પાદનમાં 9.6 ટકાનો ઘટાડો આવ્યો છે. 

સરકારી આંકડા પ્રમાણે સૌથી વધુ સ્ટીલ, રિફાઇનરી પ્રોડક્ટ્સ અને સીમેન્ટ સેક્ટરના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો છે. આઠ સેક્ટરમાંથી 7 સેક્ટરના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે એપ્રિલ-જુલાઈ 2020-2021મા આ ઘટાડાનો આંકડો -20.5 ટકા રહ્યો છે. 

સંકટમાં ઔદ્યોગિક ગતિ
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય તરફથી સોમવારે જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે પાછલા વર્ષે એટલે કે જુલાઈ 2019મા આઠ કોર સેક્ટરના ઉત્પાદનમાં 2.6 ટકાનો વધારો થયો હતો. આ આઠ કોર સેક્ટરમાં ખાતર, કોલસો, ક્રૂડ તેલ, કુદરતી ગેસ, રિફાઇનરી ઉત્પાદનો, સ્ટીલ, સિમેન્ટ અને વીજળી સામેલ છે. 

1 સપ્ટેમ્બરથી તમારા જીવન અને પૈસા સાથે જોડાયેલી આ 5 વસ્તુમાં આવશે મોટા ફેરફાર

મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે જુલાઈમાં ખાતરને છોડીને સાતેય સેક્ટર- કોલસો, ક્રૂડ તેલ, કુદરતી ગેસ, રિફાઈનરી ઉત્પાદનો, સ્ટીલ, સિમેનટ્ અને વિજળીમાં ઘટાડો નોંધાયો છે. 

કોરોનાની ખરાબ અસર
જો અલગ-અલગ સેક્ટરની વાત કરીએ તો જુલાઈ મહિનામાં સ્ટીલમાં 16.5 ટકા, રિફાઇનરી ઉત્પાદનમાં 13.9 ટકા, સિમેન્ટમાં 13.5 ટકા, પ્રાકૃતિક ગેસમાં 10.2 ટકા, કોલસામાં 4.9 ટકા અને વીજળા સેક્ટરમાં 2.3 ટકાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે ખાતર સેક્ટરના ઉત્પાદનમાં 6.9 ટકાનો વધારો નોંધાયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news