મુસાફરો સાવધાન...ટ્રેનમાં હવે આ સુવિધા માટે તમારે ચૂકવવા પડશે પૈસા, જાણો વિગતવાર 

રેલવે મંત્રાલયે(Railway Ministry) પ્રાઈવેટ પ્લેયર ટ્રેન પ્રોજેક્ટ માટે સમગ્ર રૂપરેખા તૈયાર કરી લીધી છે. પ્રાઈવેટ પ્લેયર ટ્રેન (Private player Train) માં અનેક વિશેષતાઓ હશે. મળતી માહિતી મુજબ પ્રાઈવેટ ટ્રેનોમાં મુસાફરોએ એરલાઈન્સની જેમ મનપસંદ સીટ મેળવવા માટે પૈસા ચૂકવવા પડી શકે છે. માત્ર પસંદગીની સીટ જ નહીં, ઓન બોર્ડ સેવાઓમાં કોઈ પણ વધારાની સુવિધા માટે પૈસા ચૂકવવા પડી શકે છે. જેમાં વાઈફાઈ, ઓન બોર્ડ એન્ટરટેઈન્મેન્ટ અને અન્ય કેટલીક સુવિધાઓ સામેલ હોઈ શકે છે. જો કે આ સેવાઓ માટે ચાર્જ કરવાનો નિર્ણય ખાનગી કંપનીઓના હાથમાં રહેશે. 
મુસાફરો સાવધાન...ટ્રેનમાં હવે આ સુવિધા માટે તમારે ચૂકવવા પડશે પૈસા, જાણો વિગતવાર 

નવી દિલ્હી: રેલવે મંત્રાલયે(Railway Ministry) પ્રાઈવેટ પ્લેયર ટ્રેન પ્રોજેક્ટ માટે સમગ્ર રૂપરેખા તૈયાર કરી લીધી છે. પ્રાઈવેટ પ્લેયર ટ્રેન (Private player Train) માં અનેક વિશેષતાઓ હશે. મળતી માહિતી મુજબ પ્રાઈવેટ ટ્રેનોમાં મુસાફરોએ એરલાઈન્સની જેમ મનપસંદ સીટ મેળવવા માટે પૈસા ચૂકવવા પડી શકે છે. માત્ર પસંદગીની સીટ જ નહીં, ઓન બોર્ડ સેવાઓમાં કોઈ પણ વધારાની સુવિધા માટે પૈસા ચૂકવવા પડી શકે છે. જેમાં વાઈફાઈ, ઓન બોર્ડ એન્ટરટેઈન્મેન્ટ અને અન્ય કેટલીક સુવિધાઓ સામેલ હોઈ શકે છે. જો કે આ સેવાઓ માટે ચાર્જ કરવાનો નિર્ણય ખાનગી કંપનીઓના હાથમાં રહેશે. 

રેલવેએ પ્રાઈવેટ કંપનીઓને ટ્રેનોના ભાડા નક્કી કરવા માટે સ્વતંત્રતા આપી છે. આ સાથે જ ખાનગી કંપનીઓને પણ કમાણી માટે નવા રસ્તા બનાવવા કે પછી નવા ક્ષત્રોની જાણકારી મેળવવાની પણ છૂટ રહેશે. રેલવેએ સ્પષ્ટ રીતે કહ્યું કે કંપનીઓ દ્વારા કરાયેલી કમાણીનો એક નિશ્ચિત હિસ્સો કંપનીએ રેલવે સાથે પણ શેર કરવાનો છે.

રેલવેએ એપ્રિલ 2023 સુધીમાં પહેલી પ્રાઈવેટ પ્લેયર ટ્રેન સંચાલિત કરવાનું લક્ષ્યાંક રાખ્યું છે. રેલવે મંત્રાલયે 21 જુલાઈના રોજ પ્રોજેક્ટ માટે પહેલી પૂર્વ બોલી બેઠક બોલાવી છે. અનેક મોટા નામોએ આ રેલવે મેગા પ્રોજેક્ટ માટે ઊંડો રસ દાખવ્યો છે. 

જુઓ LIVE TV

કંપનીઓ માટે રેલવે તરફથી નક્કી કરાયેલી શરતો ઉપરાંત નિર્ધારિત રકમ પણ ચૂકવવી પડશે. કંપનીએ ખરાબ પ્રદર્શન માટે પણ દંડ ભરવો પડશે. ખાનગી કંપનીઓ પાસે રેલવેના માપદંડોનું પાલન કરતા પોતાની પસંદના સ્ત્રોતથી રેલગાડીઓ અને એન્જિનની ખરીદીનો વિકલ્પ રહેશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news