ચીનને વધુ એક ઝટકો, હાઈવે પ્રોજેક્ટ માટે 2 ચાઇનીઝ કંપનીની બોલી રદ્દ


 સરકારે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે સંબંધિત બે ચાઇનીઝ કંપનીઓની બોલી રદ્દ કરી દીધી છે. સુરક્ષાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

ચીનને વધુ એક ઝટકો, હાઈવે પ્રોજેક્ટ માટે 2 ચાઇનીઝ કંપનીની બોલી રદ્દ

નવી દિલ્હીઃ Delhi-Mumbai expressway:  ગલવાન ઘાટી ઘટના બાદ ચીન વિરુદ્ધ આર્થિક પ્રતિબંધોની દિશામાં સરકાર, દેશના લોકો અને કંપનીઓ ખુબ ઝડપથી આગળ વધી રહી છે. સરકારે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે સંબંધિત બે ચાઇનીઝ કંપનીઓનો કોન્ટ્રાક્ટ રદ્દ કરી દીધો છે. સુરક્ષાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

લેટર ઓફ અવોર્ડ આપવા પાડવામાં આવી ના
પરિવહન મંત્રાલય સંબંધિત સૂત્રોએ એક બિઝનેસ અખબારને જણાવ્યું કે, મંત્રાલયે 800-800 કરોડના બે પ્રોજેક્ટ માટે ચાઇનીઝ કંપની  (Jiangxi Construction Engineering Corporation)ની સબ્સિડિયરીને તક નહીં આપે. બંન્ને ચાઇનીઝ કંપનીઓને લેટર ઓફ અવોર્ડ આપવાની ના પાડવામાં આવી છે. 

આખરે સોનાને છોડીને ચાંદી કેમ ખરીદી રહ્યાં છે લોકો? 7 વર્ષની રેકોર્ડ સપાટીએ પહોંચ્યો ભાવ

ગડકરીએ પહેલા વ્યક્ત કર્યો હતો ઈરાદો
થોડા સમય પહેલા પરિવહન મંત્રી નીતિન ગડકરીએ સ્પષ્ટ કહ્યુ હતુ કે, કોઈ પણ હાઈવે પ્રોજેક્ટમાં ચાઇનીઝ કંપનીઓની ડાયરેક્ટ કે ઇન-ડાયરેક્ટ એન્ટ્રી થશે નહીં. વર્તમાનમાં જો કોઈ પ્રોજેક્ટમાં ચાઇનીઝ કંપનીનો કોઈ રીતે હાથ છે તો તે ટેન્ડરને રદ્દ કરી બીજીવાર જારી કરવામાં આવશે. 

રક્ષાબંધનમાં ચીનને થશે 4 હજાર કરોડ રૂપિયાનું નુકસાન
બીજીતરફ કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કેટ)એ દિલ્હી સહિત દેશભરમાં 'ભારતીય સામાન-આપણું અભિમાન' હેઠળ ચીની સામાનનો બહિષ્કાર કરવા માટે રાષ્ટ્રીય અભિયાન શરૂ કરેલું છે. તેની શરૂઆત 10 જૂને થઈ હતી. સંગઠનનું કહેવું છે કે રક્ષાબંધન તે પહેલો તહેવાર હશે જેથી ચીનને ખ્યાલ આવશે કે કઈ મજબૂતીથી દેશે ચીની વસ્તુઓનો બહિષ્કાર કરી ચીનને એક પાઠ ભણાવવાનું નક્કી કરી લીધું છે. કેટે દાવો કર્યો કે, આ વખતે રક્ષાબંધનના તહેવાર પર ભારતની બહેનો ભારતીય રાખડીનો ઉપયોગ કરતા ચીનને લગભગ 4 હજાર કરોડ રૂપિયાનું નુકસાન પહોંચાડશે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news