દેશના સૌથી લાંબા પુલને પીએમ મોદીએ ખુલ્લો મુક્યો, લડાકૂ વિમાન પણ કરી શકાશે લેડિંગ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બોગીબીલ પુલ પરથી પસાર થનારી પહેલી પેસેન્જર ટ્રેનને લીલી ઝંડી બતાવીને દેશના સૌથી લાંબા આ રેલ રોડ પુલનું લોકાર્પણ કર્યું હતું. પીએમ મોદી, સ્વર્ગસ્થ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની વર્ષગાંઠ પર આ બોગીબીલ પુલ પર અવરજવર શરૂ થશે. આ દિવસ કેન્દ્ર સરકાર દ્વારા સુશાસન દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે.
Trending Photos
બોગીબીલ: વડાપ્રધાન નરેંદ્ર મોદીએ આજે દેશના સૌથી લાંબા રેલ-રોડ બોગીબીલ પુલનું ઉદઘાટન કર્યું હતું. ઉદઘાટન પહેલાં પીએમ મોદીએ પ્રદર્શનીની મુલાકાત લીધી અને પુલની ખૂબીઓ વિશે માહિતી પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ પીએમ મોદી આ પુલ પર પહોંચ્યા અને અહીં પગપાળા અને પોતાની કાર દ્વારા આ પુલનું નિરિક્ષણ પણ કર્યું. આ દરમિયાન તેમણે નીચે રેલ લાઇન પર ઉભેલી તિનસુકિયા-નાહરલગુન ઇન્ટરસિટી એક્સપ્રેસમાં સવાર મુસાફરોને હાથ હલાવીને અભિવાદન કર્યું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ માત્ર પુલ નથી, અસમ અને અરૂણાચલ પ્રદેશ માટેની લાઇફ લાઇન છે. અગાઉ જે અંતર કાપતાં 24 કલાક થતાં હતા એ હવે માત્ર પાંચ કલાકમાં પૂર્ણ થશે. પાંચ કિલોમીટરના આ પુલથી અંતર ઘટી ગયું છે. અગાઉ હોડીથી બ્રહ્મપુત્રાને પાર કરવી પડતી હતી. ઘણી ટ્રેન બદલવી પડતી હતી. આજે જે ટ્રેનને લીલી ઝંડી બતાવવામાં આવી છે. 14 ડબાની આ ટ્રેન આ વિસ્તારમાં અભૂતપૂર્વ પરિવર્તવ લાવશે. જે સપનું જોવામાં પેઢીઓ જતી રહી એ હવે પૂર્ણ થયું. હવે ગોવાહાટીથી જવાની જરૂર નથી.
પીએમ મોદીએ દિવંગત વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની વર્ષગાંઠના અવસર પર આ બોગીબીલ પુલ અને તેના પર રેલ અવરજવરની શરૂઆત કરી. પીએમ મોદી બપોરે દોઢ વાગે અસમના ડિબ્રૂગઢ પહોંચ્યા હતા. આ દિવસે કેંદ્ર સરકાર દ્વારા 'સુશાસન દિવસ'ના રૂપમાં પણ ઉજવવામાં આવે છે.
તિનસુકિયા-નાહરલગુન ઈન્ટરસિટી એક્સપ્રેસ સપ્તાહમાં પાંચ દિવસ ચાલશે. કુલ 4.9 કિલોમીટર લાંબા આ પુલની મદદથી આસામના તિનસુકિયાથી અરુણચલ પ્રદેશના નાહરલગુન કસ્બા સુધી રેલ મુસાફરીમાં લાગતા સમયમાં 10 કલાકથી વધુનો ઘટાડો થાય તેવી આશા છે.
પૂર્વોત્તર ફ્રન્ટિયર રેલવેના પ્રવક્તા નીતિન ભટ્ટાચાર્યે જણાવ્યું કે હાલના સમયમાં આ અંતરને પાર કરવામાં 15થી 20 કલાકનો સમય લાગે છે જેની સરખામણીમાં હવે સાડા પાંચ કલાકનો સમય થશે. આ અગાઉ મુસાફરોએ ટ્રેનો પણ બદલવી પડતી હતી. કુલ 14 કોચવાળી આ ચેરકાર રેલગાડી તિનસુકિયાથી બપોરે રવાના થશે અને નાહરલગુનથી સવારે વાપસી કરશે. બોગીબીલ પુલ આસામના ડિબ્રુગઢ જિલ્લામાં બ્રહ્મપુત્ર નદીના દક્ષિણ તટને અરુણાચલ પ્રદેશના સરહદી જિલ્લા ધૈમાજીમાં સિલાપાથરને જોડશે.
આ પુલ અને રેલ સેવા ધેમાજીના લોકો માટે ખુબ મહત્વપૂર્ણ મનાઈ રહી છે. કારણ કે મુખ્ય હોસ્પિટલ, મેડિકલ કોલેજ અને એરપોર્ટ ડિબ્રુગઢમાં છે. તેનાથી ઈટાનગરના લોકોને પણ લાભ મળશે. કારણ કે આ વિસ્તાર નાહરલગુનથી માત્ર 15 કિલોમીટરના અંતરે છે.
એશિયાના બીજા સૌથી લાંબા રેલ રોડ પુલ બોગીબીલનું આયુષ્ય ઓછામાં ઓછું 120 વર્ષ છે. મોહિન્દર સિંહના જણાવ્યાં મુજબ બ્રહ્મપુત્ર નદી પર બનેલો આ પુલ 4.9 કિમી લાંબો પુલ છે જે દેશનો સૌથી પહેલો પૂર્ણ સ્વરૂપે જોડાયેલો પુલ છે. તેમણે જણાવ્યું કે આ પુલના નિર્માણમાં 5900 રૂપિયા ખર્ચ થયો છે. જેનું આયુષ્ય 120 વર્ષ છે. તેનાથી અસમથી અરુણાચલ પ્રદેશ વચ્ચે મુસાફરીનું અંતર ઘટીને ચાર કલાક રહી જશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે