UPSC civil Service Exam : સરકારે જાહેર કર્યો મહત્વનો નિર્ણય, વય મર્યાદામાં ફેરફાર નહીં
સિવિલ સર્વિસ સેવા ભરતી પરીક્ષામાં ઉમેદવારો માટે મહત્તમ વય મર્યાદા ઘટાડવાની વાત પર પૂર્ણ વિરામ મુકાયું છે. કેન્દ્ર સરકાર તરફથી એ સમાચારોનું ખંડન કરવામાં આવ્યું છે કે જેમાં કહેવાતું હતું કે, નીતિ આયોગે સિવિલ સેવા પરીક્ષા માટે ઉમેદવારોની મહત્તમ વય મર્યાદા ઘટાડી દીધી છે.
Trending Photos
નવી દિલ્હી : સરકાર તરફથી એ સમાચારોનું ખંડન કરવામાં આવ્યું છે કે જેમાં કહેવાતું હતું કે નીતિ આયોગ દ્વારા સિવિલ સેવા પરીક્ષામાં ઉમેદવારો માટે મહત્તમ વય મર્યાદામાં ઘટાડવાની ભલામણ કરવામાં આવી છે. કેન્દ્રિય રાજ્યમંત્રી ડો. જિતેન્દ્ર સિંહે મંગળવારે કહ્યું કે, સિવિલ સેવા પરીક્ષામાં વય મર્યાદામાં ફેરફાર માટે સરકારે કોઇ પગલું ઉઠાવ્યું નથી. તેમણે એ પણ કહ્યું કે, આ મામલે જે અટકળો ચાલી રહી છે એ તથ્ય વગરની છે અને એની પર પૂર્ણવિરામ મુકી દેવું જોઇએ. હાલમાં સામાન્ય વર્ગના ઉમેદવારો માટે મહત્તમ વય મર્યાદા 32 વર્ષ, એસસી એસટી માટે મહત્તમ વય મર્યાદા 37 વર્ષ છે.
તમામ સિવિલ સેવા માટે એક પરીક્ષાની વાત
તમને જણાવી દઇએ કે ગત દિવસોમાં નીતિ આયોગે ન્યૂ ઇન્ડિયા માટે એક વ્યાપક રાષ્ટ્રીય રણનીતિ તૈયાર કરી છે. જેમાં સિવિલ સર્વિસિસ પરીક્ષા આપનારા ઉમેદવારોની મહત્તમ વય મર્યાદા ઓછી કરવાની ભલામણ કરવામાં આવી હતી. આ ઉપરાંત સિવિલ સેવા પરીક્ષા ઉપરાંત બુનિયાદી શિક્ષણમાં પણ ઘણા ફેરફાર માટે ભલામણ કરી હતી. આયોગે પોતાના રિપોર્ટમાં એ પણ કહ્યું હતું કે, સિવિલ સેવા માટે એક જ પરીક્ષા લેવામાં આવે. હાલમાં કેન્દ્ર અને રાજ્ય કક્ષાએ 60થી વધુ અલગ અલગ પરીક્ષા લેવામાં આવે છે.
નીતિ આયોગે કરી ભલામણ
અહીં નોંધનિય છે કે, નીતિ આયોગે નવા ભારત માટે રણનીતિ@75 શિર્ષક હેઠળ રિપોર્ટ તૈયાર કર્યો હતો. જેમાં કહેવાયું છે કે, સિવિલ સર્વિસિસમાં સમાનતા લાવવા માટે એમાં પણ ઘટાડો કરવો જોઇએ. હાલમાં સિવિલ સેવાઓમાં પસંદગી થનારા ઉમેદવારોની સરેરાશ ઉંમર સાડા 25 વર્ષ છે અને ભારતમાં હાલમાં એક તૃતિયાંશ વસતીની ઉંમર 35 વર્ષ કરતાં ઓછી છે. રિપોર્ટમાં આ પણ સુચન કરવામાં આવ્યું છે કે, સિવિલ સેવામાં ઉચ્ચ કક્ષાએ વિશેષજ્ઞોની માનદ સેવાને પણ વધુ પ્રોત્સાહન આપવાની જરૂર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે