Gold Price Today: સોનાના ભાવમાં સતત ચોથા દિવસે થયો ઘટાડો, જાણો નવી કિંમત

Sona Chandi Bhav Gold Silver Price Today ભારતમાં સોનાની કિંમતોમાં છેલ્લા ચાર દિવસથી સતત ઘટાડો થઈ રહ્યો છે. દિવાળીના તહેવાર પર સોનાની ખરીદી કરવા ઈચ્છતા લોકો માટે સારા સમાચાર છે. 
 

Gold Price Today: સોનાના ભાવમાં સતત ચોથા દિવસે થયો ઘટાડો, જાણો નવી કિંમત

નવી દિલ્હીઃ Gold Silver Price Today: જો તમે પણ સોના-ચાંદીની ખરીદી કરવા ઈચ્છી રહ્યાં છો તો આ સારો સમય છે. તહેવાર પર લોકો સોનાની ખરીદી કરતા હોય છે. આજે સોનાનો ભાવ 50891 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર હતો. સોનાના ભાવમાં સતત ચોથા દિવસે ઘટાડો થયો છે. તો ચાંદીનો વાયદા ભાવ 57335 રૂપિયા પર સ્થિર રહ્યો હતો. 

તમને જણાવી દઈએ કે છેલ્લા ચાર દિવસમાં ઘરેલૂ બજારમાં સોનાની કિંમતોમાં 1 હજાર કરતા વધુ રૂપિયાનો ઘટાડો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત 1,670.20 ડોલર પ્રતિ ઔંસ પર સ્થિર હતી. વ્યાપારીઓએ આજે જાહેર થનારા અમેરિકાના ફુગાવાના આંકડા પહેલા સતર્ક વલણ અપનાવ્યું છે. સોની બજારમાં હાજર ચાંદી 0.06 ટકાના ઘટાડા સાથે 18.95 ડોલર પ્રતિ ઔંસ પર આવી ગઈ હતી. 

બજારમાં કેવો રહ્યો સોનાનો ભાવ
વધતા ફુગાવાને કારણે સોનાનો ભાવ વધી રહ્યો છે. યુએસ ફેડ દ્વારા નાણાકીય કડકાઈ અને તેના પરિણામે બોન્ડ યીલ્ડમાં વધારાને કારણે સોના પર દબાણ આવ્યું છે. આ કારણ છે કે તમે સોનાને તમારી પાસે સુરક્ષિત તો રાખી શકો છો, પરંતુ તેના પર કોઈ વ્યાજ મળતું નથી. જાણકારોનું કહેવું છે કે સોનાની કિંમતો યુએસ સીપીઆઈ ડેટા બાદ ઝડપથી વધી શકે છે. જેની જાહેરાત આજે થવાની છે. આનાથી સોનાના ભાવ સહાયક રેન્જમાં રહી શકે છે, કારણ કે ફુગાવાનો અભાવ ડોલર ઇન્ડેક્સને ઘટાડશે અને સોનાના ભાવમાં વધારો કરશે.

અમેરિકી બજાર પર કેટલી અસર
સોનાના ભાવ પર અમેરિકી બજારોની વધુ અસર પડે છે. યુએસ ફેડ અધિકારીઓએ સંકેત આપ્યો છે કે તેણે વ્યાજદરોમાં વધુ વધારો કરવાની જરૂરીયાત છે. મોંઘવારી ઓછી કરવાના પ્રયાસમાં ફેડ અધિકારીઓએ પોતાની પાછલી ત્રણ બેઠકોમાં 75 આધાર અંકોનો વધારો કર્યો હતો. આગળ પણ તેમાં વધારો થવાની સંભાવના છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news