ગઈ કાલે મોટા ઘટાડા બાદ Goldના ભાવ આજે ફરી વધ્યા, જાણો તમારા શહેરનો ભાવ

દિવાળીથી પહેલા સોના-ચાંદી (Gold, Silver)ના ભાવમાં સોમવારે જોરદાર ઘટાડો આવ્યા બાદ આજે ભાવમાં ફરી મજબૂતી જોવા મળી છે. MCX પર સોનું ડિસેમ્બર વાયદા 1.5 ટકા મજબૂત થઇ ફરી એકવાર 50,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે

ગઈ કાલે મોટા ઘટાડા બાદ Goldના ભાવ આજે ફરી વધ્યા, જાણો તમારા શહેરનો ભાવ

નવી દિલ્હી: દિવાળીથી પહેલા સોના-ચાંદી (Gold, Silver)ના ભાવમાં સોમવારે જોરદાર ઘટાડો આવ્યા બાદ આજે ભાવમાં ફરી મજબૂતી જોવા મળી છે. MCX પર સોનું ડિસેમ્બર વાયદા 1.5 ટકા મજબૂત થઇ ફરી એકવાર 50,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે. ગઇ કાલે સોનાના ભાવમાં 5 ટકાનો ઘટાડો આવ્યો હતો.

સોનું ફરી થયું મોંઘુ
હાલ MCX પર સોનામાં 770 રૂપિયાથી વધારે મજબૂતી જોવા મળી રહી છે. આ 50,500ની આસપાસ વ્યાપાર કરી રહ્યું છે. સોમવારે સોનું 2500 રુપિયા તુટી બંધ થયું હતું. ચાંદીના ભાવમાં પણ ફરી એકવાર ચમક જોવા મળી છે. MCX પર ચાંદી ડિસેમ્બર વાયદા 1600 રુપિયા મજબૂત થઈ છે. સોમવારે ચાંદીમાં પણ 4600 રુપિયાની નબળાઈ આવી હતી, હવે ચાંદી નબળાઈને રિકવર કરતી જોવા મળી રહી છે. ચાંદી હાલ 2.5 ટકા મજબૂત થઈ 62400 રૂપિયા પ્રતિ કિલો પર વ્યાપાર કરી રહી છે.

વિદેશી બજારમાં પણ સોનું મજબૂત
તમને જણાવી દઇએ કે, ફાઇઝરે ગઈકાલે કોરોના વેક્સિનને લઇને દાવો કર્યો હતો, જેમાં કંપનીએ કહ્યું હતું કે, તેની દવા 90 ટકા સુધી અસરકારક છે. આ સમાચાર બાદ દુનિયાભરના બજારોમાં સોના અને ચાંદીના ભાવ તુટવા લાગ્યા. ગ્લોબલ માર્કેટમાં ગઈ કાલે સોનાના ભાવમાં 5 ટકાનો ઘટાડો નોંધાયો હતો, પરંતુ આજે અમેરિકાના બજારમાં ગોલ્ડ 1.25 ટકા વધી 1887 ડોલર પ્રતિ ઔંસ પર વ્યાપાર કરી રહ્યું છે.

ગઈ કાલે સેશનમાં ગોલ્ડ 5 ટકા નબળાઈ સાથે 1,849.93 ડોલર સુધી તુટ્યુ હતું. કોરોના વેક્સિનના સમાચાર બાદ ગોલ્ડે જેટલી પણ તેજી અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન મેળવી હતી, એક ઝટકામાં ગુમાવી હતી. ચાંદીની કિંમતમાં પણ અડધો ટકા ઉપર 24.10 ડોલર પર વ્યાપાર કરી રહી છે.

તમારા શહેરમાં સોનાના ભાવ
વાયદા બજારોમાં ગોલ્ડની કિંમતમાં ઉતાર ચઢાવ બાદ તમારા શહેરમાં સોનાનો શું ભાવ છે એખ નજર કરીએ. bankbazaar.com અનુસાર 24 કેરેટ ગોલ્ડના આ રહ્યાં ભાવ...

24 કેરેટ ગોલ્ડનો ભાવ

શહેર ભાવ (રુપિયા/10 ગ્રામ)
દિલ્હી 54,170
મુંબઇ 52,200
ચેન્નાઈ 52,470
ગુજરાત 52,700
લખનઉ 52,150
કોલકાતા 52,720
જયપુર 52,050
પટના 52,570
હૈદરાબાદ 52,390

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news