Gold Rate Today: કમૂરતાં બાદ જબરૂ ધડામ થઈ રહ્યું છે સોનું, આજે કેટલા ભાવ ઘટ્યા...જાણો લેટેસ્ટ રેટ 

Gold Rate Today: બુલિયન માર્કેટમાં સોનામાં ગઈ કાલે કડાકા બાદ હળવી તેજી જોવા મળી હતી પરંતુ આજે ફરીથી સોનાના ભાવમાં કડાકો જોવા મળ્યો છે.

Gold Rate Today: કમૂરતાં બાદ જબરૂ ધડામ થઈ રહ્યું છે સોનું, આજે કેટલા ભાવ ઘટ્યા...જાણો લેટેસ્ટ રેટ 

Gold Rate Today: બુલિયન માર્કેટમાં સોનામાં ગઈ કાલે કડાકા બાદ હળવી તેજી જોવા મળી હતી પરંતુ આજે ફરીથી સોનાના ભાવમાં કડાકો જોવા મળ્યો છે. સોનાના રેટ તૂટવાનું એક કારણ અમેરિકામાં વ્યાજ દરોમાં કાપની સંભાવના ઘટી રહી છે તે હોઈ શકે છે. જેમાં ડોલર અને બોન્ડ યીલ્ડમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. પરિણામે સોના અને ચાંદી પર દબાણ જોવા મળ્યું હતું. 

આજનો સોનાનો  ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 295 રૂપિયા ઘટીને 61982 રૂપિયાની સપાટીએ જોવા મળ્યો છે. જ્યારે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ 270 રૂપિયા તૂટીને 56776 રૂપિયાની સપાટીએ પહોંચ્યું છે. ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં પ્રતિ કિલો 116 રૂપિયાનો ઘટાડો થયો છે અને હાલ ચાંદી 71075 રૂપિયાના સ્તરે છે. 

No description available.

વાયદા બજારમાં ભાવ
ઘરેલુ વાયદા બજારમાં સોનાના ભાવમાં મજબૂતી જોવા મળી છે. MCX પર સોનાના ભાવ લગભગ 50 રૂપિયાના ઉછાળા સાથે 61552 રૂપિયા પ્રતિ 10 ગ્રા પર ટ્રેડ થઈ રહ્યા છે. જ્યારે ચાંદીના ભાવ 44 રૂપિયા જેટલા તૂટ્યા છે અને 71412 રૂપિયા પ્રતિ કિલો જોવા મળી રહ્યો છે. 

કેમ તૂટ્યો સોના ચાંદીનો ભાવ
સોના અને ચાંદીના ભાવ પર બોન્ડ યીલ્ડ અને ડોલર ઈન્ડેક્સમાં ઉછાળાની અસર છે. ડોલર ઈન્ડેક્સ 103 ને પાર 1 મહિનાની ઊંચાઈએ પહોંચ્યો છે. જ્યારે ફેડ સભ્ય ક્રિસ્ટોફર વાલરે કહ્યું કે વ્યાજ દરોના કાપમાં હજુ સમય લાગશે, કમેન્ટ્સ બાદ કાલે 10 વર્ષનો બોન્ડ યીલ્ડ ઉછળીને 4 ટકાને પાર પહોંચ્યો. 

મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો. 

ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news