GST: 29 વસ્તુ 53 સેવાઓનો રેટ ઘટ્યો, પેટ્રોલ- ડીઝલ હજી અનિર્ણિત

જીએસટી કાઉન્સિલની બેઠક બાદ નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે, જીએસટીનાં બદલાયેલા દરો 25 જાન્યુઆરીથી લાગુ થશે

GST: 29 વસ્તુ 53 સેવાઓનો રેટ ઘટ્યો, પેટ્રોલ- ડીઝલ હજી અનિર્ણિત

નવી દિલ્હી : જીએસટી કાઉન્સિલની બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે 29 વસ્તુઓ અને 53 સેવાઓનાં જીએસટી દરોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જો કે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ પર નિર્ણય હજી સુધી લેવામાં આવી શક્યો નથી.  જો કે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ પર જો કે હજી સુધી નિર્ણય લેવામાં આવ્યો નથી. જીએસટી કાઉન્સિલની બેઠકમાં નાણા મંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે, જીએસટી પરિષદે 29 વસ્તુઓ અને 54 શ્રેણીની સેવાઓ પર કરનાં દરમાં ઘટાડો કર્યો છે. જેટલીએ કહ્યું કે, જીએસટીનાં આ બદલાયેલા દરો 25 જાન્યુઆરીથી લાગુ થશે.

નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે, આજ તે શક્ય નહોતું કે પેટ્રોલ ડિઝલ પર કોઇ ચર્ચા કરવામાં આવે. તેમણે કહ્યું કે, જીએસટી પરિષદની આગામી બેઠકમાં સંભવત પેટ્રોલિયમ અને અન્ય છૂટવાળા ઉત્પાદનોને જીએસટી હેઠળ લાવવા અંગે વિચારણા કરવામાં આવશે. નાણામંત્રીએ કહ્યું કે, જીએસટી પરિષદે જીએસટી રિટર્ન દાખલ કરવાની પ્રક્રિયાને સરળ કરવા અંગે વિચાર કર્યો. તેમણે જણાવ્યું કે, જીએસટી પરિષદની આગામી બેઠકમાં જીએસટી રિટર્ન દાખલ કરવાની પ્રક્રિયાને સરળ કરવાની મંજૂરી આપવામાં આવશે.

અરૂણ જેટલીએ કહ્યું કે, એક રાજ્યથી બીજા રાજ્ય વચ્ચે વસ્તુઓ અથવા માલનાં આવન જાવન માટે ઇ-વે બિલ ફરજીયાત કરવાનાં પ્રાવધાનને 1 ફેબ્રુઆરીથી લાગુ કરવામાં આવશે. 15 રાજ્યો પોતાની સીમાની અંદર ઇ વે બિલને લાગુ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે ઇવે બિલ આવવાનાં કારણે ટ્રાન્સપોર્ટની પ્રક્રિયા ખુબ જ સરળ થવાનોન સરકાર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news