Gujarat Budget 2021: બજેટમાં સરકારે ખેડૂતોને કર્યા ખુશ, જાણો શું-શું મળ્યું

રાજ્યમાં નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલ (Nitin Patel) આજે વિધાનસભામાં ગુજરાત રાજ્યનું 2021-22 નું અંદાજપત્ર (budget 2021) રજૂ કરી રહ્યાં છે. નાણામંત્રી તરીકે 9 મી વખત બજેટ નીતિન પટેલ (Nitin Patel) રજૂ કરી રહ્યાં છે. વર્ષ 2021-22 ના અંદાજ પ્રમાણે ગુજરાતનું બજેટ (Gujarat Budget) કરોડની એકંદર પુરાંત હોવાનું દર્શાવવામાં આવ્યું છે. 2,27,029  કરોડનું અંદાજ પત્ર રજૂ કરવામાં આવ્યું છે. 
Gujarat Budget 2021: બજેટમાં સરકારે ખેડૂતોને કર્યા ખુશ, જાણો શું-શું મળ્યું

ગાંધીનગર: રાજ્યમાં નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલ (Nitin Patel) આજે વિધાનસભામાં ગુજરાત રાજ્યનું 2021-22 નું અંદાજપત્ર (budget 2021) રજૂ કરી રહ્યાં છે. નાણામંત્રી તરીકે 9 મી વખત બજેટ નીતિન પટેલ (Nitin Patel) રજૂ કરી રહ્યાં છે. વર્ષ 2021-22 ના અંદાજ પ્રમાણે ગુજરાતનું બજેટ (Gujarat Budget) કરોડની એકંદર પુરાંત હોવાનું દર્શાવવામાં આવ્યું છે. 2,27,029  કરોડનું અંદાજ પત્ર રજૂ કરવામાં આવ્યું છે. 

  • રાજ્યના ૪ લાખ ખેડૂતોને બિયારણ અને અનાજ સંગ્રહ માટે એક ડ્રમ અને પ્લાસ્ટિકના બે ટોકર ( ટબ ) વિના મૂલ્ય આપવાની યોજના માટે રૂપિયા ૮૭ કરોડની જોગવાઈ..
  • ફૂડ પ્રોસેસિંગ માટે એકમ દીઠ રૂપિયા ૧૦ લાખની સહાય માટે કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત રૂપિયા ૮૨ કરોડની જોગવાઇ..
  • બીજ ઉત્પાદક ખેડૂતોને ઉત્તેજન આપવા ગુજરાત રાજ્ય બીજ નિગમ દ્વારા ફાઉન્ડેશન તેમજ સર્ટિફાઇડ બીજ ઉત્પાદન માટે સહાય આપવા રૂપિયા ૫૫ કરોડની જોગવાઇ...
  • એગ્રી અને ફૂડ પ્રોસેસિંગ ક્લસ્ટરના વિકાસ માટેની યોજના થકી પ્રભાવશાળી બેકવર્ડ અને ફોરવર્ડ લીકેજીસની જરૂરિયાતો પૂર્ણ કરવા રૂપિયા ૫૦ કરોડની જોગવાઇ....
  • ડાંગ જિલ્લાને સંપૂર્ણ રસાયણ મુક્ત ખેતી કરતો જિલ્લો બનાવવાના ઉદ્દેશથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે પ્રથમ વર્ષે રૂપિયા ૧૦ હજાર તથા બીજા વર્ષે રૂપિયા ૬ હજાર નાણાકીય સહાયની યોજના માટે રૂપિયા ૩૨ કરોડની જોગવાઈ..
  • ઓર્ગેનિક તેમજ પ્રાકૃતિક ખેતી આધારિત ફળો અને શાકભાજીના ઉત્પાદનોનું સીધુ વેચાણ રાજયના ખેડૂતો દ્વારા અમદાવાદ , વડોદરા , સુરત અને રાજકોટના શહેરી વિસ્તારમાં કરવા માટેની ઓર્ગેનિક એગ્રિકલ્ચર માર્કેટ યોજના માટે રૂપિયા ૨૦ કરોડની જોગવાઇ...
  •  ખેડૂતોને હવામાન આધારિત માર્ગદર્શન સમયસર મળે તે હેતુથી ૧૮૦૦ ઓટોમેટિક વેધર સ્ટેશનની સ્થાપના માટે રૂપિયા ૧૨ કરોડની જોગવાઈ...
  •  રોગ - જીવાતના સમયસર સર્વે થકી ઉપદ્રવની જાણકારી મેળવી તેના અસરકારક નિયંત્રણ તે માટે પ્રાયોગિક ધોરણે રાજ્યના ૧૦ જિલ્લામાં મોબાઈલ ક્રોપ ક્લિનિક માટે ૨ કરોડની જોગવાઇ..
     

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news