મકાનના વેચાણમાં 7 વર્ષ બાદ આવી તેજી, આ આઠ શહેરોમાં વેચાણમાં થયો 6 ટકાનો વધારો

Dushyant karnal Dushyant karnal | Updated: Jan 11, 2019, 03:37 PM IST
મકાનના વેચાણમાં 7 વર્ષ બાદ આવી તેજી, આ આઠ શહેરોમાં વેચાણમાં થયો 6 ટકાનો વધારો

દેશમાં મકાનોનું વેચાણ 2018માં વધ્યું છે અને આ દરમિયાન આઠ મુખ્ય શહેરોના નિવાસી એકમોના વેચાણમાં વાર્ષિક આધારે છ ટકાનો વધારો  નોંધાયો છે. આ જાણકારી બજારનું અધ્યન કરનાર એક ટોચની ફર્મના તાજા રિપોર્ટમાં આપવામાં આવી છે. સંપત્તિ સલાહકાર કંપની નાઇટ ફ્રેંક ઈન્ડિયનાઅ રિપોર્ટ અનુસાર આ આઠ શહેરોમાં દિલ્હી-એનસીઆર, મુંબઇ, બેંગલોર, ચેન્નઈ અને અમદાવાદમાં વેચાણ વધ્યું છે. તો કલકત્તા અને પૂણેમાં ઘટાડો નોંધાયો છે. 

ગુજરાતમાં મોટા કોર્પોરેટ્સ ઉડાવી રહ્યા છે 'પતંગ', અધધધ..કરોડોનો છે ગુજરાતનો પતંગ ઉદ્યોગ

સસ્તા મકાનોની માંગ વધી
ઈન્ડીયન રીયલ એસ્ટેટ (જુલાઇ-ડીસેમ્બર 2018) શીર્ષક આ રિપોર્ટમાં સોમવારે જાહેર કરવામાં આવ્યો હતો. રિપોર્ટ અનુસાર ગ્રાહકોને આકર્ષવા માટે ઘણા ડેવલોપરોએ મકાનોની કિંમત ઓછી કરવા અને કેટલાક અપ્રત્યક્ષ રાહતની ડીમાંડ કરી છે. નાઇટ ફ્રેંડ ઈન્ડિયાના ચેરમેન તથા મેનેજિંગ ડિરેક્ટર શિશિર બૈજલે અહીં સંવાદદાતાને કહ્યું કે સાત વર્ષ બાદ 2018માં ભારતીય આવાસ બજારમાં વેચાણ સુધર્યું છે. તેનું મુખ્ય કારણ સસ્તા મકાનો માંગ વધવાનું છે. 

દુનિયા સૌથી ધનિક અમેઝોનના સંસ્થાપકની પત્ની તલાક બાદ બનશે દુનિયાની 5મી અમીર વ્યક્તિ

શરૂ થનાર ઘરોના પ્રોજેક્ટ પર અસર
રિપોર્ટ અનુસાર વેચાણ વધવાથી શરૂ થનાર ઘરોના પ્રોજેક્ટનો સ્ટોક ઓછો થયો છે. એવા મકાનોની સંખ્યા 11 ટકા ઘટીને 4.7 લાખ એકમ પર આવી ગઇ છે. અન્ય સંપત્તિ સલાહકાર કંપનીઓની તુલનામાં નાઇટ ફ્રેંકના રિપોર્ટમાં આવાસીય વેચાણમાં વધારો છ ટકાના દરે ઓછો થયો છે. નાઇટ ફ્રેંકના વિરૂદ્ધ જેએલએલ ઈન્ડિયાએ સાત શહેરોમાં આવસીય એકમોના વેચાણમાં 47 ટકા, એનારોકે 16 ટકા અને પ્રોપ ટાઇગરે નવ મોટા શહેરોમાં વેચાણમાં 25 વધવાના આંકડા રજૂ કર્યા છે. 

બજેટ 2019: ખુશીના સમાચાર, ઈન્કમ ટેક્સ છૂટની મર્યાદા થઇ શકે છે 5 લાખ!

home flat
મકાન વેચાવવાનું અનુમાન
નાઇટ ફ્રેંકના અનુસાર વર્ષ 2018માં 2,42,328 મકાન વેચાવાનું અનુમાન છે, જ્યારે 2017માં આ આંકડો 2,28,072 મકાનનો હતો. તેમાં વાર્ષિકા આધાર પર સૌથી વધુ વૃદ્ધિ બેગલોરમાં 27 ટકા નોંધાઇ છે. દિલ્હી-એનસીઆરમાં વેચાણમાં 8 ટકાનો વધારો થયો છે. તેમાં પણ સૌથી વધુ આવાસીય એકમો નોઇડા અને ગ્રેટર નોઈડામાં વેચાયા છે. વર્ષ 2017ની તુલનામાં કલકત્તામાં વેચાણ 10 ટકા અને પૂણેમાં એકનો ઘટાડો આવ્યો છે.