Investment Tips: કરોડપતિ બનવા માટે અપનાવો આ જબરદસ્ત 50-30-20 નો ફોર્મ્યૂલા, માલામાલ થઈ જશો

દુનિયામાં અનેક લોકો એવા છે જે દર મહિને સારી એવી કમાણી કરે છે પરંતુ આમ છતાં બચત કરી શકતા નથી. જો યોગ્ય રીતે રોકાણ કરવામાં આવે તો તમે ખુબ જ ઓછા સમયમાં સારું બેંક બેલેન્સ જમા કરી શકો છો. બચત માટે 50-30-20 નો ફોર્મ્યૂલા ખુબ જ કામનો છે. 

Investment Tips: કરોડપતિ બનવા માટે અપનાવો આ જબરદસ્ત 50-30-20 નો ફોર્મ્યૂલા, માલામાલ થઈ જશો

દેશમાં કૂદકેને ભૂસકે મોંઘવારી વધી રહી છે. સામાન્ય માણસોનું જીવવું મુશ્કેલ બની રહ્યું છે. બે છેડા માંડમાંડ ભેગા થતા હોય છે ત્યારે આવા સમયમાં જો તમે યોગ્ય રીતે બચત કરવી પદ્ધતિ અપનાવો તો તમને ખુબ ફાયદો થઈ શકે છે. લોકોને એવું લાગે છે કે કરોડપતિ બનવા માટે મોટા મસ રોકાણની જરૂર પડે છે. પરંતુ આ સાચુ નથી. જો તમે સારી બચત કરવા માંગતા હોવ અને તમારું બેંક બેલેન્સ વધારવા માંગતા હોવ તો 50-30-20 નો ફોર્મ્યૂલા તમારા કામે આવી શકે છે. આ ફોર્મ્યૂલા તમારી આવકને ત્રણ ભાગમાં વહેંચે છે. 

કેવી રીતે કરવી શરૂઆત
જો તમે નોકરી કરતા હોવ તો આ ફોર્મ્યૂલા લાગૂ કરી શકો છો. જો તમે બિઝનેસમેન હોવ તો તમારી આખા મહિનાની આવકને આ ફોર્મ્યૂલાની મદદથી વહેચી શકો છો. આ નિયમ પૈસા બચાવવાની એક અસરકારક રીત છે. જે તમને આર્થિક રીતે મજબૂત બનાવે છે. આ બચતને તમે યોગ્ય જગ્યાએ ઈન્વેસ્ટ કરીને જલદી અમીર બની શકો છો. 

50-30-20 ફોર્મ્યૂલા
દુનિયામાં અનેક લોકો એવા છે જેમની કમાણી સારી છે. આ લોકો લાખો રૂપિયા મહિને કમાય છે. પરંતુ આમ છતાં તેમનું બેંક બેલેન્સ ખાલી હોય છે. બહુ બચત કરી શકતા નથી. કમાણી વધુ તો તેમના ખર્ચા હોય છે. આવામાં 50-30-20 નો ફોર્મ્યૂલા ખુબ કામ લાગે છે. તેમાં જરૂરિયાત, ચાહત અને બચત આ ત્રણેય સામેલ હોય છે. આ નિયમ તમારી આવકને ત્રણ ભાગમાં વહેંચી નાખે છે. 

આ નિયમ મુજબ તમારી આવકના 50 ટકાને ભાડા, કરિયાણાનો સામાન કે ઘરના સામાન અને ટ્રાન્સપોર્ટ જેવી જરૂરિયાતો માટે રહેશે. તેને તમે આ બધા ઉપર જ ખર્ચ કરો. બહાર ખાવા માટે, મનોરંજન અને ખરીદી જેવી જરૂરિયાતો માટે 30 ટકા ભાગ રાખો. ત્યારબાદ તમારે તમારી આવકમાંથી 20 ટકા ભાગ ભવિષ્યના ફાઈનાન્શિયલ ગોલ્સ માટે રોકાણ કરવો જોઈએ. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી ઉપલબ્ધ જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news