Income Tax: આ વખતે ITR ફોર્મમાં ખબર ન પડે તે રીતે 5 ફેરફાર થયા, ટેક્સ ભરતાં સમયે ધ્યાન નહીં રાખો તો....

Income Tax Slab: આ વર્ષે આવકવેરા વિભાગે આકરણી વર્ષ 2023-2024 માટે આવકવેરા રિટર્ન ફોર્મ (આઈટીઆર 1-6) અને આવકવેરા ચકાસણી ફોર્મ (આઈટીઆર વી) નોટિફાય કરી દીધું છે. આ ફોર્મનો ઉપયોગ વર્ષ 2022-2023માં કરવામાં આવેલી આવકના રિટર્ન ફાઇલિંગ માટે કરવામાં આવશે. 

Income Tax: આ વખતે ITR ફોર્મમાં ખબર ન પડે તે રીતે 5 ફેરફાર થયા, ટેક્સ ભરતાં સમયે ધ્યાન નહીં રાખો તો....

નવી દિલ્હીઃ Income Tax Return: બજેટ 2023માં નાણા મંત્રી નિર્મલા સીતારમણે અનેક જાહેરાત કરી હતી. આ જાહેરાતમાં નાણા મંત્રીએ ઈન્કમ ટેક્સને લઈને ઘણી મહત્વની જાહેરાત કરી હતી. નાણા મંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી હતી કે નવા ટેક્સ રિજીમમાં 7 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર ટેક્સ વસૂલવામાં આવશે નહીં. તેની સાથે જ હવે નાણાંકીય વર્ષ 2022-23ના ઈન્કમ ટેક્સ રિટર્ન માટે આઈટીઆર ફોર્મ અપડેટ કરવામાં આવ્યું છે. જેમાં કેટલાંક ફેરફાર કરવામાં આવ્યા છે. 

ઈન્કમ ટેક્સ રિટર્ન:
આ વખતે ઈન્કમ ટેક્સ વિભાગે આકલન વર્ષ 2023-24 માટે ઈન્કમ ટેક્સ રિટર્ન અને ઈન્કમ ટેક્સ રિટર્ન વેરિફાઈ ફોર્મ નોટિફાઈ કરી દીધું છે. આ ફોર્મનો ઉપયોગ નાણાંકીય વર્ષ 2022-23માં કરવામાં આવેલા રિટર્ન ફાઈલિંગ માટે કરવામાં આવશે. આકલન વર્ષ 2023-24 માટે આઈટીઆર ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે.

આઈટીઆર ફોર્મ:
ગયા વર્ષની સરખામણીમાં ઈન્કમ ટેક્સ વિભાગે સમય પહેલાં જ આઈટીઆર ફોર્મ નોટિફાઈ કરી દીધું છે. જ્યારે આઈટીઆર ફોર્મમાં થોડા ફેરફાર કરવામાં આવ્યા છે. જેમા વિશે જાણવું ઘણું જરૂરી છે. ત્યારે આવો જાણીએ આઈટીઆર ફોર્મમાં શું ફેરફાર કરવામાં આવ્યો છે. 

A. જો તમે નાણાંકીય વર્ષ 2022-23માં ક્રિપ્ટો અને અન્ય વર્ચ્યુઅલ ડિજિટલ કરન્સીથી કોઈ કમાણી કરી છે તો તમારે નવા આઈટીઆરમાં એક અલગ શેડ્યુલમાં રિપોર્ટ કરવો પડશે.

B. ટ્રેડિંગ ખાતામાં હવે ઈન્ટ્રા-ડે ટ્રેડિંગથી ટર્ન ઓવર અને આવકનો ખુલાસો કરવાનો વિકલ્પ છે.

C. ઈન્કમ ટેક્સ વિભાગની કલમ 115 BAC અંતર્ગત નવા ટેક્સ માળખાનો વિકલ્પ પસંદ કરનારા વ્યક્તિઓ માટે ડિસક્લોઝરનો એક વિકલ્પ આપવામાં આવ્યો છે.

D. કરદતાઓએ એ ખુલાસો કરવાનો રહેશે કે તે વિદેશી સંસ્થાગત રોકાણકાર છે કે વિદેશી પોર્ટફોલિયો રોકાણકાર

E.ઈન્કમટેક્સ રિટર્ન-3 અને ઈન્કમ ટેક્સ રિટર્ન-4માં એક નવી પ્રશ્નાવલી જોડવામાં આવી છે. તેમાં છેલ્લા વર્ષોમાં નવા ટેક્સ રિજીમને લઈને જાણકારી આપવી પડશે.

અનેક ટેક્સ નિષ્ણાંતોનું કહેવું છે કે આઈટીઆર ફોર્મની વહેલા માહિતી પ્રશંસનીય પગલું છે. કેમ કે તેનાથી કરદાતાઓને પોતાની જરૂરી જાણકારીની તૈયારી માટે પૂરતો સમય મળી રહેશે. નવું આઈટીઆર ફોર્મ 1 એપ્રિલ 2023થી લાગુ થશે. જ્યારે વ્યક્તિગત ટેક્સ પેયર્સ આ વર્ષે 31 જુલાઈ 2023 સુધી ટેક્સ જમા કરાવી શકશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news