શું ચીનમાં છપાઈ રહી છે ભારતીય કરન્સી ? સરકારે આપ્યો સીધો જવાબ

રિપોર્ટની પુષ્ટિ માટે સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટે બેંક નોટ પ્રિન્ટિંગ એન્ડ મિટિંગ કોર્પોરેશનના પ્રેસિડન્ટ લિયૂ ગુશેંગના 1 મેના એક ઇન્ટરવ્યૂનો હવાલો આપ્યો છે

શું ચીનમાં છપાઈ રહી છે ભારતીય કરન્સી ? સરકારે આપ્યો સીધો જવાબ

નવી દિલ્હી : હાલમાં ભારતમાં એવી ચર્ચાએ વેગ પકડ્યો છે કે ભારતીય ચલણ ચીનમાં છાપવામાં આવે છે. હકીકતમાં ચાઇનીઝ મીડિયામાં આવેલા કેટલાક રિપોર્ટ પછી આ વાતની ચર્ચા શરૂ થઈ ગઈ હતી. હકીકતમાં આ મામલે કેન્દ્ર સરકારે કહ્યું છે કે ચીનમાં ભારતીય કરન્સી છપાતી હોવાના રિપોર્ટમાં કોઈ હકીકત નથી. સોમવારે નાણાં મંત્રાલયના આર્થિક મામલાઓના સચિવે આ મુદ્દે સ્પષ્ટતા કરી છે. સુભાષ ચંદ્ર ગર્ગે ન્યૂઝ એજન્સી ANIને આપેલા એક નિવેદનમાં કહ્યું છે કે ચીનની કોઈ પ્રિન્ટિંગ પ્રેસને ભારતીય નોટ છાપવાનો ઓર્ડર મળ્યો હોવાના રિપોર્ટ આધારહિન છે. ભારતીય કરન્સી નોટ માત્ર ભારત સરકાર અને આરબીઆઇની પ્રિન્ટિંગ પ્રેસમાં છપાય છે અને ભવિષ્યમાં પણ ત્યાં જ છપાશે. 

— ANI (@ANI) August 13, 2018

સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટમા આ માહિતી આપવામાં આવી છે. તેમાં ચીન બેંક નોટ પ્રિન્ટિંગ અને મિટિંગ કોર્પોરેશનનાં અધ્યક્ષ લ્યૂ ગુઇસેંગે તેમ પણ જણાવ્યું કે, અત્યાર સુધી ચીને કોઇ પણ દેશની કરન્સી છાપી નથી. જો કે ZEE NEWS આ કોઇ પણ અહેવાલની પૃષ્ટી કરતું નથી. સાથે જ સરકારની તરફથી પણ આ અંગે હજી સુધી કોઇ પણ અધિકારીક પ્રતિક્રિયા આવી નથી. હાલ તો માત્ર ચીની મીડિયાનાં અહેવાલનાં આધારે રાજકારણ ચાલુ થઇ ચુક્યું છે. 

ચીનના એક મીડિયા રિપોર્ટ પ્રમાણે, ભારત, નેપાળ, બાંગ્લાદેશ, મલેશિયા, થાઈલેન્ડ સહિતના ઘણા દેશોની કરંસી ચીન સ્થિત પ્રિન્ટિંગ પ્રેસમાં છાપવામાં આવે છે. આ રિપોર્ટ બેલ્ટ એંડ રોડ પ્રોજેક્ટના કારણે ચીનમાં અન્ય દેશોની નોટોની પ્રિટિંગનો વધતો કારોબાર અને ત્યાંની અર્થવ્યવસ્થા પર પડતી અસર સંબંધિત છે. રિપોર્ટમાં ભારતનો પણ ઉલ્લેખ છે.

આ રિપોર્ટ અંગે કોંગ્રેસનાં નેતા શશિ થરૂરે ટ્વીટ કરીને આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. તેમણે વિદેશમાં નોટ છપાવા મુદ્દે સવાલ ઉઠાવ્યા હતા. સાથે જ કહ્યું કે, તેનાં કારણે પાકિસ્તાનને નકલી નોટો મેળવવામાં સરળતા થઇ જશે. જેનાં કારણે રાષ્ટ્રીય સુરક્ષા સામે ખતરો પેદા થઇ શકે છે. કેટલીક સરકારોએ ચીનને કહ્યું છે કે સોદાની જાહેરાત કરવામાં ન આવે. તેમની ચિંતા છે કે આવી માહિતી બહાર આવવાથી રાષ્ટ્રીય સુરક્ષા સામે ખતરો પેદા થઇ શકે છે. બિનજરૂરી વિવાદ પણ થઇ શકે છે. 

— Shashi Tharoor (@ShashiTharoor) August 12, 2018

આ રિપોર્ટની પુષ્ટિ માટે ચીનના મીડિયાએ બેંક નોટ એંડ પ્રિન્ટિંગ કોર્પોરેશનના પ્રેસિડેંટ લિયૂ ગુશેંગનો 1 મેના રોજ છપાયેલા ઈન્ટરવ્યૂને ટાંક્યો છે. ગુશેંગે આ ઈંટરવ્યૂમાં જણાવ્યું હતું કે 2013માં ચીનમાં વિદેશી નોટોનું છાપકામ શરૂ થયું અને હવે અહીંની પ્રિન્ટિંગ પ્રેસમાં ભારત, નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા, મલેશિયા, થાઈલેન્ડ, બ્રાઝીલ, પોલેન્ડ સહિતના દેશોની નોટો છાપવામાં આવે છે. ભારતમાં હાલ નોટનું છાપકામ મહારાષ્ટ્રનાં નાસિક, કર્ણાટકનાં મૈસુર અને મધ્યપ્રદેશનાં દેવાસ અને પશ્ચિમ બંગાળનાં શાલબનીમાં છપાય છે. દેશની તમામ નોટો દેશમાં જ છાપવામાં આવે છે. જો કે નોટ માટેનો કાગળ વિદેશથી આયાત કરવામાં આવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news