IPO માંથી કમાણીની શાનદાર તક! આવી રહ્યા છે આ 4 કંપનીના આઈપીઓ, સેબીએ આપી મંજૂરી
જો તમે પણ શેર બજારમાં રોકાણ કરીને પૈસા કમાવવા માંગતા હોવ તો તમારા માટે શાનદાર તક આવી રહી છે. સેબી તરફથી ચાર કંપનીને આઈપીઓ માટે મંજૂરી મળી છે.
Trending Photos
જો તમે પણ શેર બજારમાં રોકાણ કરીને પૈસા કમાવવા માંગતા હોવ તો તમારા માટે શાનદાર તક આવી રહી છે. સેબી તરફથી ચાર કંપનીને આઈપીઓ માટે મંજૂરી મળી છે. આવનારા સમયમાં આ કંપનીઓ તરફથી આઈપીઓ ઈશ્યુ કરાશે.
આ કંપનીઓને મળી મંજૂરી
સેબી તરફથી એન્ટેરો હેલ્થકેર સોલ્યુશન્સ, જેએનકે ઈન્ડિયા, એક્ઝિકોમ ટેલી સિસ્ટમ્સ, અને એક્મે ફિનટ્રેડ (ઈન્ડિયા)ને આઈપીઓ માટે સેબીની મંજૂરી મળી છે. સેબીએ સ્ટાલિયન ઈન્ડિયા ફ્લૂરોકેમિકલ્સના આઈપીઓ ડોક્યુમેન્ટને પાછા મોકલી દીધા છે. સેબી પાસે 19 જાન્યુઆરી સુધી આઈપીઓ ડોક્યુમેન્ટની સ્થિતિ મુજબ નિયામકે ચાર કંપનીઓને શરૂઆતી શેર વેચાણ માટે મંજૂરી આપી છે. સેબીએ જણાવ્યું કે આ કંપનીઓએ આઈપીઓ દસ્તાવેજ જૂનથી ઓક્ટોબર વચ્ચે જમા કરાવ્યા છે. આ કંપનીઓને અપ્રુવલ લેટર 16-19 જાન્યુઆરી વચ્ચે મળ્યા.
એન્ટેરો હેલ્થકેર સોલ્યુશન્સના ડોક્યુમેન્ટ મુજબ આઈપીઓમાં 1000 કરોડ રૂપિયાના નવા શેર બહાર પાડવામાં આવશે. જ્યારે તેમાં 85.57 લાખ ઈક્વિટી શેરોનં વેચાણ OFS પણ હશે. એન્ટેરો હેલ્થકેર સોલ્યુશન્સની શરૂઆત 2018માં પ્રભાત અગ્રવાલ અને પ્રેમ સેઠીએ કરી હતી.
જેએનકે ઈન્ડિયાના આઈપીઓમાં 300 કરોડ રૂપિયાના શેર બજાર પાડવામાં આવશે. તેમાં 84.21 લાખ ઈક્વિટી શેરનો ઓએફએસ હશે. ઉદયપુરની એક્મે ફિનટ્રેડ (ઈન્ડિયા) લિમિટેડના આઈપીઓમાં 1.1 કરોડ ઈક્વિટી શેરનું વેચાણ થશે. તેમાં કોઈ ઓએફએસ નહીં હોય.
જ્યારે એક્ઝિકોમ ટેલી સિસ્ટમ્સ લિમિટેડના આઈપીઓમાં 400 કરોડ રૂપિયા સુધીના શેર બહાર પાડવામાં આવશે. તેમાં 75 લાખ ઈક્વિટી શેરોનો OFS હશે. કંપનીમાં 71.45 ટકા ભાગીદારી નેક્સ્ટવેબ કમ્યુનિકેશન્સની છે.
(Disclaimer: અહીં ફક્ત આઈપીઓ વિશે જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે