નવા વર્ષમાં મોદી સરકાર તમને આપી શકે છે મોટી ભેટ, ખિસ્સામાં આવશે પૈસા

નવા વર્ષમાં મોદી સરકાર તમને આપી શકે છે મોટી ભેટ, ખિસ્સામાં આવશે પૈસા

New Year 2019 માં મોદી સરકાર આમ જનતાને ઘણી ભેટ આપવાની તૈયારી કરી રહી છે. એક તરફ જ્યાં યૂનિવર્સલ બેસિક ઇનકમ દ્વારા કરોડો લોકોના ખાતામાં એક નિશ્વિત રકમ આવી શકે છે તો બીજી તરફ તમારા પૈસા બચાવવા માટે સરકાર ઘણા પગલાં ભરી શકે છે. આજે અમે ચર્ચા કરીશું એવી કેટલીક યોજનાઓ વિશે જેને કેંદ્વ સરકાર આમ જનતા માટે લાગૂ કરી શકે છે. 

ઇનકમ ટેક્સ રિટર્ન (ITR) ભરવાની મુશ્કેલીમાંથી મળશે રાહત
સામાન્ય લોકોને ITR ભરવામાં ખૂબ મુશ્કેલી થાય છે. નવા વર્ષમાં આ મુશ્કેલી દૂર થઇ શકે છે. CBDT ના ચેરમેન સુશીલ ચંદ્વાએ તાજેતરમાં જ સંકેત આપ્યા છે કે ટેક્સપેયરને ટૂંક સમયમાં ભરેલા ફોર્મ મળશે. તેમાં ફક્ત સુધારા કરવાના રહેશે. તેથી ITR દાખલ કરવામાં સરળતા રહેશે. 

ઓનલાઇન ટ્રાંજેક્શનમાં ફસાયેલા પૈસા કાઢવામાં નહી થાય મુશ્કેલી
ઓનલાઇન ટ્રાંજેક્શન દરમિયાન મોટાભાગના લોકોના પૈસા ફસાઇ જાય છે. આવી સમસ્યાઓને દૂર કરવા માટે RBI નવા વર્ષમાં ડિજિટલ ટ્રાંજેક્શન ઓમ્બુડ્સમેનની શરૂઆત કરી શકે છે. ઓનલાઇન ટ્રાંજેક્શનમાં પૈસા ફસાતા તમે તેની ફરિયાદ ઓમ્બુડ્સમેન પાસે કરી શકો છો. 

દૈનિક ઉપયોગની વસ્તુઓ થશે સસ્તી
તાજેતરમાં જ નાણામંત્રી અરૂણ જેટલીએ સંકેત આપ્યા હતા કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ના 18%ના સ્લેબને સમાપ્ત કરવામાં આવી શકે છે. તેમણે એ પણ કહ્યું કે ભવિષ્યમાં સ્ટાડર્ડ સ્લેબ તરીકે ફક્ત 0% થી 5%નો સ્લેબ હશે. એટલે કે જે વસ્તુઓ અત્યારે 18% ટકાના GST સ્લેબમાં આવે છે તે સસ્તી થઇ જશે. 

યૂનિવર્સલ બેસિક ઇનકમ (UBI)
નવા વર્ષમાં મોદી સરકાર કરોડો લોકોને યૂનિવર્સલ બેસિક ઇનકમની ભેટ આપી શકે છે. આ પ્રસ્તાવ પર વિભિન્ન મંત્રાલયોની સલાહ માંગવામાં આવી છે. વર્ષ 2016-17ના આર્થિક સર્વેમાં સરકારે આ યોજનનએ અપનાવવાની સલાહ આપવામાં આવી હતી. આ સ્કીમનીએ જાહેરાત નવા વર્ષમાં કરવામાં આવી શકે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news