આ છે દુનિયાની સૌથી મોંઘી મેટલ, ફક્ત 1 ગ્રામની કિંમત 434 લાખ કરોડ રૂપિયા
Trending Photos
નવી દિલ્હી: દુનિયામાં સૌથી મોંઘી કમોડિટીની વાત કરીએ તો સૌથી પહેલાં સોનું, ચાંદી અને હીરાના જ નામ મગજમાં આવે છે, પરંતુ હવે એવું નથી. વિશ્વના કેટલાક એવા કોમોડિટીઝ છે, જે ખૂબ મોંઘી છે. કદાચ કેટલાક લોકોને એવા મેટલ્સના નામ પણ સાંભળ્યા નહી હોય. અમે તમને જણાવી દઇએ કે સૌથી મોંઘી કોમોડિટીઝ વિશે. દુનિયાની સૌથી મોંઘી કોમોડિટી એંટીમેટર છે. એંટીમેટરના એક ગ્રામની કિંમત 6.25 લાખ કરોડ ડોલર છે, એટલે કે ભારતીય રૂપિયામાં તેની વેલ્યૂ 433.93 લાખ કરોડ રૂપિયા છે.
શું છે 'એંટીમેટર'
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે એંટીમેટર જોકે એક પદાર્થના સમાન છે, પરંતુ તેના એટમની અંદરની દરેક વસ્તુ ઉંઘી છે. એટમમાં સામાન્ય રીતે પોઝિટિવ ચાર્જવાળા ન્યૂક્લિયસ અને નેટેગિવ ચાર્જવાળા ઇલેક્ટ્રોસ હોય છે. પરંતુ એંટીમેટર એટમમાં નેગેટિવ ચાર્જવાળા ન્યૂક્લિયસ અને પોઝિટિવ ચાર્જ ઇલેક્ટ્રોંસ હોય છે. આ એક પ્રકારનું ઇંઘણ છે, જેને અંતરિક્ષયાન અને વિમાનોમાં કરવામાં આવે છે.
એંટીમેટરની તાકાત
વૈજ્ઞાનિકોનું માનવું છે કે સૌદ્ધાંતિક રીતે લગભગ અડધો કિલો એંટીમેટરમાં દુનિયાના સૌથી મોટા હાઇડ્રોજન બોમ્બથી વધુ વિધ્વંસક તાકાત હોય છે. પરંતુ તેનાથી ઉપયોગ ઉર્જા પ્રાપ્ત કરવા મટે ખૂબ મોટી રકમની જરૂર હોય છે. નાસાના પ્રવક્તાના અનુસાર આ સમય 1 મિલીગ્રામ એંટીમેટર બનાવવામાં 250 લાખ રૂપિયાનો ખર્ચ થશે. અનુસંધાન વગેરે કાર્યો માટે એક મિલીગ્રામ ખૂબ વધુ છે, પરંતુ મોટા ઉપયોગ માટે એટલી માત્રાની જરૂર પડશે. વ્યાવસાયિક તરીકે ઉપયોગ માટે એંટીમેંટરની કિંમત્ને ખૂબ નીચે લાવવી પડશે.
ક્યાંથી આવે છે એંટીમેટર
એંટીમેટર એક કાલ્પનિક તત્વ નહી, પરંતુ અસલી તત્વ હોય છે. તેની શોધ વીસમી સદીમાં થઇ હતી. આ અંતરિક્ષમાં જ નાના-નાના ટુકડામાં ઉપલબ્ધ છે. જે પ્રકારે બધી ભૌતિક વસ્તુઓ મેટર એટલે કે પદાર્થ બને છે અને મેટરમાં પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યૂટ્રોન હોય છે, તે પ્રકારે એંટીમેટરમાં એંટીપ્રોટોન, પોસિટ્રોન્સ અને એંટીન્યૂટ્રોન હોય છે. એંટીમેટરને બનાવવા માટે લેબમાં વૈજ્ઞાનિક તેને બીજા પદાર્થોની સાથે મળીને થોડું રિફાઇન કરે છે. જેથી તેનો ઉપયોગ ઇંધણના રૂપમાં થઇ શકે છે. અંતરિક્ષયાન અને પરમાણુ હથિયારો માટે પણ તેનો ઉપયોગ થાય છે. રોકેટ લોન્ચરમાં પણ તેની ઉપયોગિતા છે.
શું છે ખાસિયત
1 ગ્રામ એંટીમેટરને વેચીને વર્લ્ડના 100 નાના દેશોને ખરીદી શકાય છે. 1 ગ્રામ એંટીમેંટરની કિંમત 393.75 લાખ કરોડ રૂપિયા છે. નાસાના અનુસાર એંટીમેંટર ધરતીની સૌથી મોંઘુ મટીરિયલ છે. એંટીમેટર જ્યાં બન્યું છે, ત્યાં દુનિયાની સૌથી સારી સુરક્ષા વ્યવસ્થા ઉપલબ્ધ છે. એટલું જ નહી, નાસા જેવા સંસ્થાનોમાં પણ તેને રાખવા માટે એક સખત સુરક્ષા ઘેરો છે. કેટલાક ખાસ લોકો ઉપરાંત, એંટીમેટર સુધી કોઇપણ પહોંચી શકતું નથી. રસપ્રદ એ છે કે એંટીમેટરનો ઉપયોગ અંતરિક્ષમાં જનાર વિમાનોના ઇંઘણમાં કરવામાં આવે છે.
કેમ મોંઘુ છે એંટીમેટર
એંટીમેટરને એટલા માટે મોંઘુ ગણવામાં આવે છે, કારણ કે તેને બનાવનાર ટેક્નોલોજી સૌથી ખર્ચાળ છે. 1 મિલીગ્રામ એંટીમેટર બનાવવામાં 250 લાખ રૂપિયા સુધી લાગે છે. તેનો ઉપયોગ હોસ્પિટલો અને રેડિયોધર્મી અણુઓને પોજિટ્રોન એમિશન ટોમોગ્રાફીના રૂપમાં મેડિકલ ઇમેજિંગમાં પણ હોય છે. તેનો ઉપયોગ પરમાણુ હથિયારોમાં પણ કરવામાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે