Multibagger Stock: જબરો મલ્ટીબેગર શેર! 4 વર્ષમાં 55000%ની તોફાની તેજી, રોકાણકારોના ત્યાં પૈસાનો વરસાદ

Multibagger Stock: વારી રિન્યૂએબલના શેરોમાં આ મોટો ઉછાળો એક મોટો ઓર્ડર મળ્યા બાદ જોવા મળ્યો છે. કંપનીને 1401 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે. વારી રિન્યૂએબલ ટેક્નોલોજીસના શેર છેલ્લા 4 વર્ષમાં 55000 ટકાથી વધુ ચડ્યા છે. 

Multibagger Stock: જબરો મલ્ટીબેગર શેર! 4 વર્ષમાં 55000%ની તોફાની તેજી, રોકાણકારોના ત્યાં પૈસાનો વરસાદ

સોલર પાવર કંપની વારી રિન્યૂએબલ ટેક્નોલોજીસના શેરોમાં સોમવારે જબરદસ્ત તેજી જોવા મળી. કંપનીના શેર સોમવારે 5 ટકા જેટલા અપર સર્કિટ સાથે 6433.35 રૂપિયાના ભાવ પર પહોંચી ગયા હતા. વારી રિન્યૂએબલના શેરોમાં આ મોટો ઉછાળો એક મોટો ઓર્ડર મળ્યા બાદ જોવા મળ્યો છે. કંપનીને 1401 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે. વારી રિન્યૂએબલ ટેક્નોલોજીસના શેર છેલ્લા 4 વર્ષમાં 55000 ટકાથી વધુ ચડ્યા છે. 

300 મેગાવોટ કેપેસિટીનો છે પ્રોજેક્ટ
વારી રિન્યૂએબલે જણાવ્યું છે કે કંપનીને 300 મેગાવોટ એસી કેપેસિટીના ISTS કનેક્ટેડ ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલર પીવી પ્રોજેક્ટના એન્જિનિયરિંગ, પ્રેક્યોરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન (EPC) વર્ક માટે લેટર ઓફ ઈન્ટેન્ટ (LOI) મળ્યો છે. આ પ્રોજેક્ટમાં લેન્ડ ડેવલપમેન્ટનું કામ પણ સામેલ છે. આ સાથે જ 3 વર્ષ માટે ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ સર્વિસનું પણ  કામ છે. આ પ્રોજેક્ટને ફાઈનાન્શિયલ યર 2025-26માં પૂરો કરવાનો છે. 

4 વર્ષમાં 55000% ની તેજી
વારી રિન્યૂએબલના શેરોમાં છેલ્લા 4 વર્ષમાં તોફાની તેજી જોવા મળી છે. કંપનીના શેરોમાં છેલ્લા 4 વર્ષમાં 55745 ટકા તેજી જોવા મળી છે. વારી રિન્યૂએબલના શેર 6 માર્ચ 2020ના રોજ 11.52 રૂપિયા પર હતા. જ્યારે 4 માર્ચ 2024ના રોજ 6433.35 રૂપિયા પર પહોંચી ગયા છે. છેલ્લા 3 વર્ષમાં વારી રિન્યૂએબલના શેરોમાં 16230 ટકાની તેજી જોવા મળી છે. કંપનીના શેર આ સમયગાળામાં 39.35 રૂપિયાથી વધીને 6433.35 રૂપિયા પર પહોંચી ગયા છે. ગત એક વર્ષમાં વારી રિન્યૂએબલના શેરોમાં 921 ટકાની તેજી આવી છે. જ્યારે છેલ્લા 6 મહિનામાં કંપનીના શેર 400 ટકા ચડી ગયા છે. વારી રિન્યૂએબલના શેરોમાં છેલ્લા એક મહિનામાં 45 ટકા જેટલી તેજી આવી છે. 

 (Disclaimer: અહીં ફક્ત શેરના પરફોર્મન્સની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news