Lockdown: મોટાભાગના ભારતીય આગામી નવ મહિના ઓનલાઇન શોપિંગ કરશે, જાણો શું છે તાજો ટ્રેંડ
કોરોના વાયરસની મહામારી (Coronavirus Pandemic)ના લીધે લાગૂ લોકડાઉન (Lockdown)ના કારણે દેશમાં ગ્રાહકોએ ખરીદી ઓનલાઇન શોપિંગ (Online Shopping)ને પ્રાથમિકતા આપશે.
Trending Photos
નવી દિલ્હી: કોરોના વાયરસની મહામારી (Coronavirus Pandemic)ના લીધે લાગૂ લોકડાઉન (Lockdown)ના કારણે દેશમાં ગ્રાહકોએ ખરીદી ઓનલાઇન શોપિંગ (Online Shopping)ને પ્રાથમિકતા આપશે. પીટીઆઇના સમાચાર અનુસાર અત્યારે આ આંકડો 46 ટકાનો છે.
ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (IT) કંપની કેપજેમિની (Capgemini)ના રિપોર્ટ અનુસાર દેશમાં લાગૂ લોકડાઉનના લીધે ઓનલાઇન પ્લેટફોર્મ દ્વારા શોપિંગમાં વધારો નોંધાયો છે. સર્વેમાં કહેવામાં આવ્યું છે કે લોકડાઉન ખતમ થયા બાદ પણ આ ટ્રેંડ ચાલુ રહેવાની સંભાવના છે. આ સર્વે એપ્રિલના પહેલાં બે અઠવાડિયા દરમિયાન કરવામાં આવ્યો છે.
સર્વેના અનુસાર લગભગ 46 ટકા ભારતીય દુકાન પર જઇને ખરીદી કરશે. આ મહામારી ફેલાઇ તે પહેલાં આ આંકડો 59 ટકા હતો. તો બીજી તરફ 6-9 મહિલા દરમિયાન 72 ટકા ભારતીય ગ્રાહક એવા રિટેલર્સ પાસેથી ખરીદારી કરશે જે ડિલીવરી ઓફર કરશે અથવા ભવિષ્યમાં ઓર્ડર કેન્સલ થવાની સ્થિતિમાં વળતરનું આશ્વાસન આપશે.
સર્વેમાં સામેલ લગભગ 74 ટકા ભારતીય ગ્રાહકોએ કહ્યું કે તે આગામી 6-9 મહિના દરમિયાન એવા રિટેલર્સ પાસેથી ખરીદી કરશે જે તેમના અનુસાર સમયસર ડિલીવરીનો વિશ્વાસ અપાવશે. તો બીજી તરફ ગ્રાહકે કહ્યું કે કોવિડ-19 બાદ તે સાફ-સફાઇ, સ્વાસ્થ્ય અને સુરક્ષાને લઇને વધુ સાવધાની રાખશે.
લગભગ 78 ટકા ગ્રાહકોએ કહ્યું કે કોરોના વાયરસના સંકટ બાદ તે ડિજિટલ ચૂકવણી ઉપયોગ વધુ કરશે. 65 ટકા ગ્રાહકોનું કહેવું હતું કે આગામી 6-9 મહિના દરમિયાન તે કરિયાણા અને ઘરમાં ઉપયોગ થનાર સામાનની ખરીદી વધારશે.
તમને જણાવીએ દઇએ કે દેશમાં ઇ-કોમર્સ (E-Commerce) કંપનીઓ ફક્ત જરૂરી સામાનોની સપ્લાઇ કરી રહી છે. બાકી સામનની શોપિંગ અત્યારે થઇ રહી નથી. આ પ્રકારે ઓનલાઇન મોબાઇલ ફોન અને બીજી વસ્તુઓનું વેચાણ અત્યારે બંધ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે