LPG Gas Cylinder: Paytm થી બુક કરાવો ગેસ સિલિન્ડર, મળશે 700 રૂપિયા કેશબેક, જાણો ઓફર

હવે ડિજિટલ પેમેન્ટ કંપની Paytm એ ગ્રાહકોને ફાયદો પહોંચાડવા એક ખાસ ઓફર રજૂ કરી છે. આ ઓફર હેઠળ જો કોઈ યૂઝર પેટીએમથી LPG ગેસ બુકિંગ કરે છે તો તેને 700 રૂપિયા સુધીનું કેશબેક મળી શકે છે. 
 

LPG Gas Cylinder: Paytm થી બુક કરાવો ગેસ સિલિન્ડર, મળશે 700 રૂપિયા કેશબેક, જાણો ઓફર

નવી દિલ્હીઃ LPG સિલિન્ડરના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેના કારણે દેશની જનતા પરેશાન છે. આ વચ્ચે અમે તમને એક એવી જાણકારી આપી રહ્યાં છે જે આ મોંઘવારીના સમયમાં તમને રાહત આપી શકે છે. આ સમયે LPG સિલિન્ડરની વાત કરીએ તો દરેક રાજ્યોમાં અલગ-અલગ હોય છે. દિલ્હીમાં 819 રૂપિયા, અમદાવાદમાં 840 રૂપિયા, કોલકત્તામાં 845, મુંબઈમાં 819 રૂપિયા, બેંગલુરૂમાં 822, ભુવનેશ્વરમાં 845.5, ચંડીગઢમાં 828.50 રૂપિયા છે. 

હવે ડિજિટલ પેમેન્ટ કંપની Paytm એ ગ્રાહકોને ફાયદો પહોંચાડવા એક ખાસ ઓફર રજૂ કરી છે. આ ઓફર હેઠળ જો કોઈ યૂઝર પેટીએમથી LPG ગેસ બુકિંગ કરે છે તો તેને 700 રૂપિયા સુધીનું કેશબેક મળી શકે છે. આ સિવાય પેટીએમ એક નવી ઓફર આપી રહી છે, જેમાં ગ્રાહકોને ઘરે બેઠા ફ્રીમાં એલપીજી ગેસ સિલિન્ડર મળી રહ્યો છે. પેટીએમની નવી ઓફર પ્રમાણે તમને લગભગ ફ્રીમાં LPG ગેસ સિલિન્ડર આપવામાં આવી રહ્યો છે. 

પેટીએમની આ ઓફરનો લાભ લેવા માટે સૌથી પહેલા તમારે કેટલાક સરળ સ્ટેપ્સ ફોલો કરવા પડશે. પેટીએમ કેશબેકનો લાભ લેવા માટે તમારે LPG Gas નું બુટિંગ પેટીએમથી કરવાનું રહેશે. પેટીએમ પ્રથમવાર ગ્રાહકને આવી ઓફર આપી રહ્યું નથી, પરંતુ તેની પહેલા પણ પેટીએમે LPG Gas બુકિંગ માટે ઓફર આપી હતી, જેમાં ગ્રાહકોને બુકિંગ પર 500 રૂપિયા સુધી કેશબેક આપવામાં આવી રહ્યું હતું. 

બધાના ઘરમાં ગેસનો ઉપયોગ તો થાય છે એટલે તમે પણ મહિના કે કેટલાક સમય બાદ બુકિંગ કરાવતા હશો. જો તમે પ્રથમવાર પેટીએમથી LPG Gas બુક કરી રહ્યાં છે તો આ ઓફરને પાત્ર છો. પેટીએમગ તરપથી ગ્રાહકને 819 રૂપિયામાં મળનાર LPG Gas સિલન્ડર પર આશરે 700 રૂપિયા કેશબેક આપવામાં આવી રહ્યાં છે. પેટીએમની આ ઓફર એવી છે જેનાથી ગ્રાહકોને લગભગ ફ્રીમાં સિલિન્ડર મળી રહ્યો છે. 

પેટીએમથી એલપીજી ગેસ સિલિન્ડર બુકિંગ કરવા પર ગ્રાહકોને 700 રૂપિયાનો કેશબેક સ્ક્રેચ કાર્ડ મળશે જે પેટીએમથી પ્રથમ બુકિંગ પર મળશે. હવે જો કોઈ યૂઝર પ્રથમવાર સિલિન્ડર બુક કરે છે કે પછી તેના હાલના સિલિન્ડરના બુકિંગની ચુકવણી પેટીએમ એપથી કરે છે તો આ ઓફર મળી જશે. આ ઓફર માત્ર પ્રથમવાર સિલિન્ડર બુક કરાવવા પર અથવા હાલના સિલિન્ડરની પેટીએમ દ્વારા ચુકવણી કરવા પર લાગૂ છે. 

આ ઓફર હેઠળ ઓછામાં ઓછા 500 રૂપિયાની ચુકવણી કરવી પડશે ત્યારે તે લાગૂ થશે. આ ઓફરનો લાભ કેમ્પેન દરમિયાન માત્ર એકવાર લઈ શકાય છે. આ ઓફર 31 માર્ચ 2021 સુધી લાગૂ છે. કેશબેક ક્લેમ કરવા માટે તમારે ચુકવણી બાદ સ્ક્રેચ કાર્ડ ઓપન કરવું પડશે. જો તમે ચુકવણી સમયે સ્ક્રેચ કાર્ડ ઓપન નથી કર્યું તો બાદમાં તમે પેટીએમ એપમાં કેશબેક અને ઓફર્સ સેક્શનમાં જઈને જોઈ શકો છો અને તેને સ્ક્રેચ કરી શકો છો. પ્રત્યેક સ્ક્રેચ કાર્ડજારી થવાની તારીખના સાત દિવસ બાદ એક્સપાયર થઈ જાય છે, તમારે કેશબેક જીતવા માટે સ્ક્રેચ કાર્ડ કરી તેને પહેલા લાગૂ કરવું પડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news