Petrol Pump Protest: આ શહેરોમાં 2 દિવસ નહીં મળે પેટ્રોલ-ડીઝલ, વાહનોના થંભી જશે પૈડા
Petrol-Diesel Crisis: પેટ્રોલ પંપ સંચાલકોનું કહેવું છે કે તેમની માંગ સાંભળવામાં આવતી નથી, જ્યારે ગત કેટલાક વર્ષોમાં તેમની કમાણી પર પ્રતિકૂળ અસર પડી છે..
Trending Photos
Petrol Crisis: વાહન માલિકો અને વાહન ચાલકો માટે ડીઝલ-પેટ્રોલ જરૂરી વસ્તુ છે. ઇંઘણ વિના વાહનોના પૈડા થંભી જશે. આવી સ્થિતિ અત્યારે દેશના ઘણા શહેરોમાં આવી સ્થિતિ સર્જાઇ છે, જ્યાં લોકોને ડીઝલ-પેટ્રોલની સમસ્યાનો સમાનો કરવો પડી શકે છે.
ડીઝલ અને પેટ્રોલની અછતનો ખતરો પેટ્રોલ પંપોની હડતાળના સર્જાયો છે. રાજસ્થાન રાજ્યમાં પેટ્રોલ પંપોની બે દિવસની હડતાળ આજથી શરૂ થઇ ગઇ છે. રાજ્યના પેટ્રોલિયમ ડીલર એસોશિએશને આ આ હડતાળનું આહવાન કર્યું છે. તે ડીઝલ અને પેટ્રોલ પર લાગનાર વેલ્યુ એડેડ ટેક્સ એટલે કે વેટ ઘટાડવાની માંગ કરી રહ્યા છે.
આજથી હડતાળ શરૂ
સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ રાજસ્થાન પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશને રવિવારે 10 માર્ચે સવારે 6 વાગ્યાથી 12 માર્ચના રોજ સવારે 6 વાગ્યા સુધી હડતાળનું આહ્વાન કર્યું છે. આનો અર્થ એ થયો કે રાજસ્થાનના વિવિધ શહેરોમાં પેટ્રોલ પંપ રવિવાર, 10 માર્ચ અને સોમવાર, 11 માર્ચે બંધ રહેશે. આવી સ્થિતિમાં લોકોને ઈંધણની અછતનો સામનો કરવો પડી શકે છે.
આ 5 મોર્નિંગ ડ્રિંક્સ લટકતી ફાંદની 'હવા' કાઢી નાખશે, એક તો છે પોષક તત્વોનું પાવરહાઉસ
18 વર્ષ બાદ બુધ-રાહુનું મિલન, બે ગ્રહોનો સંયોગ કરાવશે લીલા લહેર, ચમકી જશે નસીબ
આ કારણે કરી રહ્યા છે હડતાળ
એસોસિયેશન ઓફ ફ્યુઅલ ઓપરેટર્સનું કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગેરંટી હોવા છતાં રાજસ્થાન સરકારે ડીઝલ અને પેટ્રોલ પરના વેટમાં ઘટાડો કર્યો નથી. બીજી તરફ ઓઈલ કંપનીઓએ છેલ્લા સાત વર્ષથી પેટ્રોલ પંપના ડીલરના કમિશનમાં વધારો કર્યો નથી. જેના કારણે પેટ્રોલ પંપ સંચાલકોની કમાણી પર નકારાત્મક અસર પડી રહી છે. તેમની સતત માંગણીઓ છતાં ધ્યાન આપવામાં ન આવતાં તેઓને હડતાળ પર જવાની ફરજ પડી છે.
NASA Jobs: ડોલરમાં પગાર અને ચાંદ પર ચક્કર મારવાની તક, નાસાને જોઇએ છે અંતરિક્ષ યાત્રી
Buttermilk: ખેતરમાં રાસાણિક ખાતરો ના બદલે કરો ખાટી છાશનો ઉપયોગ, દૂર થશે 20 જાતના રોગ
બે દિવસ સુધી નહી થાય ખરીદ-વેચાણ
આ હડતાળના અંતગર્ત રાજસ્થાનના પેટ્રોલ પંપ બે દિવસ સુધી ન તો ડીઝલ અથવા પેટ્રોલનું વેચાણ કરશે. ના તો તે ઓઇલ કંપનીઓ પાસેથી ઇંધણ ખરીદશે. રાજધાની જયપુર સહિત વિભિન્ન શહેરોમાં પંપ સંચાલક સોમવારે પ્રદર્શન પણ કરવાના છે. મંગળવારે સવારથી રાજસ્થાનના પેટ્રોલ પંપ ફરીથી સામાન્ય પરિચાલન શરૂ કરી દેશે.
Radhika Merchant Sister: કોણ છે અને શું કરે છે અનંત અંબાણીની સાળી? સુંદરતા અને સ્ટાઇલમાં બધાને આપે છે ટક્કર
નીતા અંબાણીએ પહેરી 54 કરોડની ડાયમંડ રિંગ, એક સમયે મુઘલો શાન હતી આ વિંટી
બેઠકમાં થઈ ચર્ચા
રાજસ્થાન પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના એક્ઝિક્યુટિવ સભ્યોની વર્ચ્યુઅલ બેઠકમાં પેટ્રોલ અને ડીઝલ પર વેટ ન ઘટાડવો, ઓઈલ કંપનીઓ દ્વારા ડીલર કમિશનમાં વધારો ન કરવો અને લ્યુબ ઓઈલ અને પ્રીમિયમ ઉત્પાદનોની ફરજિયાત સપ્લાય જેવા મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં તમામ જિલ્લાઓના પ્રમુખો, સચિવો અને આરપીડીએના કારોબારી સભ્યો હાજર રહ્યા હતા.
Budhaditya Rajyog 2024: મીન રાશિમાં બની રહ્યો છે બુધાદિત્ય રાજયોગ, કર્ક સહિત આ 4 રાશિઓને થશે ધનલાભ
Dubai Mall: એક વર્ષમાં સાડા 10 કરોડ લોકો, દુબઇ મોલ બની ગયો દુનિયાનો 'મોસ્ટ વિઝિટેડ પ્લેસ'
11 માર્ચે મૌન રેલી
આ માંગણીઓને લઈને જયપુરમાં 11 માર્ચે સ્ટેચ્યુ સર્કલથી સચિવાલય સુધી ડીલરોની મૌન રેલી પણ કાઢવામાં આવશે. રાજસ્થાન પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના પ્રમુખ રાજેન્દ્રસિંહ ભાટીની સહી સાથે આ અંગેનો પત્ર જાહેર કરવામાં આવ્યો છે.
યાહા મોગી માતાજીના ચરણોમાં અર્પણ કરેલો પ્રસાદ મળશે તો ઘરમાં ક્યારેય ખૂટશે નહી અનાજનો ભંડાર
Gold Price: 70,000 રૂપિયા પહોંચી શકે છે સોનાનો ભાવ, અત્યાર સુધી ₹3800 થયું મોંઘું
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે