CNG અને PNGના ભાવમાં થયો ભારે ઘટાડો, અહીં ચેક કરો ભાવ
એપ્રિલ મહિનો તમારા માટે ઘણા સારા સમાચાર લઇને આવ્યો છે. તેમાંથી એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર છે કે હવે તમારા ઘર સુધી પાઇપલાઇન દ્વારા આવનાર ગેસ (PNG) ની કિંમતોમાં ભારે ઘટાડો થયો છે.
Trending Photos
નવી દિલ્હી: એપ્રિલ મહિનો તમારા માટે ઘણા સારા સમાચાર લઇને આવ્યો છે. તેમાંથી એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર છે કે હવે તમારા ઘર સુધી પાઇપલાઇન દ્વારા આવનાર ગેસ (PNG) ની કિંમતોમાં ભારે ઘટાડો થયો છે. સારા સમાચારનો સિલસિલો અહીં જ પુરો થતો નથી. હવે દિલ્હી અને NCR માં સીએનજી (CNG) ગેસની કિંમતમાં પણ ભારે ઘટાડો થયો છે.
આ છે ભાવ
અમારી સહયોગી જીબિઝના અનુસાર ગાડીઓમાં ઉપયોગ થનાર (CNG)ના ભાવમાં ઘટાડો થયો છે. દિલ્હીને અડીને આવેલા નોઇડા, ગ્રેટર નોઇડા અને ગાજીયાબાદ (Noida, Greater Noida, Ghaziabad) માં તેના ભાવમાં 3.60 રૂપિયા ઘટાડો કરવામાં આવ્યો છે. પ્રતિ કિલો સીએનજીના ભાવ 47.75 રૂપિયા થઇ ગયા છે. તમને જણાવી દઇએ કે આ પહેલાં ગ્રાહકોને પ્રતિ કિલો સીએનજી માટે 51.35 રૂપિયા ચૂકવવા પડતા હતા.
આ ઉપરાંત પાઇપ દ્વારા ઘરોમાં રસોડા સુધી પહોંચનાર ગેસ (PNG)ના ભાવમાં શુક્રવારે 7 ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. ઇન્દ્રપ્રસ્થ ગેસે આ પણ જાહેરાત કરી છે કે દિલ્હીમાં ઘરેલૂ પાઇપ ગેસ (પીએનજી)ના ભાવ 1.55 રૂપિયા ઘટીને 28.55 રૂપિયા પ્રતિ ઘનીટર રહી ગયો છે. નોઇડા, ગ્રેટર નોઇડા અને ગાજિયાબાદમાં રસોઇની પાઇપવાળી ગેસનો ભાવ 1.65 રૂપિયા ઘટીને 28.45 રૂપિયા પ્રતિ ઘનમીટર રહી ગયો છે.
જાણકારોનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય તથા ઘરેલૂ બજારમાં પ્રાકૃતિક ગેસના ભાવ ઘટવાના લીધે સીએનજી અને પીએનજી ભાવમાં આ ઘટાડો કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય રાજધાની અને તેની આસપાસના વિસ્તારોમાં સીએનજીના ભાવ 3.20 રૂપિયા ઘટીને 42 રૂપિયા કિલો કરી દીધા છે.
તમને જણાવી દઇએ કે ગત ઘણા સમયથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે 1 એપ્રિલથી સીએનજી અને પીએનજીના ભાવમાં ઘટાડો થશે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આગામી દિવસોમાં આ બંને ગેસના ભાવમાં 25-30 ટકાનો ઘટાડો થઇ શકે છે. જોકે આ મામલે મંત્રાલય સાથે સમીક્ષા કર્યા બાદ ઘટાડા પર અંતિમ નિર્ણય લેવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે