રિલાયન્સ જીયોના શુદ્ધ નફામાં ડિસેમ્બર ક્વાર્ટરમાં 62.5% ઉછાળો
રિલાયન્સ જીયોને ત્રીજા ક્વાર્ટરમાં 1350 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો થયો છે.
Trending Photos
નવી દિલ્હીઃ ટેલિકોમ કંપની રિલાયન્સ જીયોનો એક જ આધાર પર ચોખ્ખો નફો ચાલું નાણાકીય વર્ષના ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં 62.5 ટકા ઉછળીને 1350 કરોડ રૂપિયા રહ્યો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના નિવેદન અનુસાર તેનું ટેલિકોમ એકમ જીયોને આ પહેલા નાણાકીય વર્ષના આ ક્વાર્ટરમાં 831 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો થયો હતો. કંપનીની સંચાલન આવક 28.3 ટકા વધીને 13968 કરોડ રૂપિયા રહી જે એક વર્ષ પહેલા 2018-19ના આ ક્વાર્ટરમાં 10,884 કરોડ રૂપિયા હતી.
આરઆઈએલના ચેરમેનટ અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ એક નિવેદનમાં કહ્યું, 'જીયોની બેમિસાલ વૃદ્ધિ જારી છે. મોબાઇલ કનેક્ટિવિટી સેવાઓના ગ્રાહકોનો ઉત્સાહ બેજોડ છે. જીયો પોતાની વાયરલાઇન પાયાનું માળખું, મનોરંજન અને એફટીટીએક્સ (ફાઇબર ટૂર ધ એક્સ-ઓપ્ટિકલ ફાઇબર આધારિત વિભિન્ન સેવાઓ) સેવાઓની સાથે બજારને ફરી પરિભાષિત કરવા માટે પ્રતિબદ્ધ છે.'
રિલાયન્સ જીયોના ગ્રાહકોની સંખ્યા 31 ડિસેમ્બર 2019ના સમાપ્ત ક્વાર્ટરમાં વર્ષના આધાર પર 32.1 ટકા વધીને 37 કરોડ પહોંચી ગઈ છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે