Samsung લઇને આવ્યું TV, ફ્રીજની નવી રેંજ પર પ્રી-બુકિંગ ઓફર, 15% સુધી મળશે કેશબેક

સેમસંગ આ પ્રીબુકિંગ ઓફરમાં ખરીદવામાં આવેલા સામાનોની એક્સપ્રેસ ડિલીવરી પણ કરશે. એટલે કે તમારે ઘરેથી નિકળવાની જરૂર નથી અને સામાના તમારા ઘરે પહોંચી જશે. 

Samsung લઇને આવ્યું TV, ફ્રીજની નવી રેંજ પર પ્રી-બુકિંગ ઓફર, 15% સુધી મળશે કેશબેક

નવી દિલ્હી: દેશભરમાં લોકડાઉન (Lockdown) છ તો કોઇ વાત નહી તમે ઘરેબેઠા ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન જેવી ઇલેક્ટ્રોનિક્સ સામાન પણ ખરીદી શકો છો. એટલું જ નહી ખરીદી પર કેશબેક પણ મેળવી શકો છો. જોકે કોરિયાઇ ઇલેક્ટ્રોનિક્સ કંપની સેમસંગ (Samsung) લોકડાઉન વચ્ચે ઘણી ઇલેક્ટ્રોનિક્સ (Electronics) આઇટમ્સનું પ્રી બુકિંગ અને તેના પર 15 ટકા સુધી કેશબેક ઓફર લઇને આવી છે. 

આ સામાનની કરી શકો છો પ્રી બુકિંગ
સેમસંગ ઇન્ડીયાની વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર કસ્ટમર ઘરેબેઠા જ ટેલિવિઝન, ફ્રીજ, વોશિંગ મશીન, માઇક્રોવેવ અને એર કંડીશનર જેવી ઇલેક્ટ્રોનિક્સ આઇટમનું પ્રી બુકિંગ કરી શકે છે. 

કેશબેક અને નો કોસ્ટ EMI  સુવિધા
કસ્ટમર્સને સેમસંગ ટેલિવિઝન, ફ્રીજ, વોશિંગ મશીન અને માઇક્રોવેવ જેવી ઇલેક્ટ્રોનિક્સ સામનની ખરીદી પર 15 ટકા સુધી કેશબેક ઓફર કરી રહી છે તો તો બીજી તરફ એસી પર 5 ટકા સુધી કેશબેક આપી રહી છે. એટલું જ નહી આ તમામ સામાનને ખરીદવા માટે નો કોસ્ટ ઇએમઆઇની પણ સુવિધા ઉપલબ્ધ છે. 

સામાનની કિંમત
આ ઓફરમાં કસ્ટમર 32 ઇંચથી માંડીને 75 ઇંચ સુધીની સાઇઝમાં ટેલીવિઝન ખરીદી શકો છો. તેની કિંમત 20,990 રૂપિયાથી માંડીને 1,44,990 રૂપિયા સુધી છે. આ પ્રકારે ફ્રીજ 23800 રૂપિયાથી માંડીને 80000 રૂપિયા સુધીના રેંજમાં ખરીદી શકો છો. વોશિંગ મશીનને 21,200 રૂપિયાથી માંદીને 36,900 રૂપિયાની રેંજમાં ખરીદી શકાય છે. 

માઇક્રોવેવ 12700 રૂપિયાથી માંડીને 18100 રૂપિયામાં ઉપલબ્ધ છે. ગરમી શરૂ થઇ ગઇ છે તો કંપની આ ઓફરમાં એર કંડીશનર પણ વેચી રહી છે. 1.5 ટનમાં 41000-42000 રૂપિયા સુધીમાં ખરીદી શકો છો. 

સેમસંગ આ પ્રીબુકિંગ ઓફરમાં ખરીદવામાં આવેલા સામાનોની એક્સપ્રેસ ડિલીવરી પણ કરશે. એટલે કે તમારે ઘરેથી નિકળવાની જરૂર નથી અને સામાના તમારા ઘરે પહોંચી જશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news