Alert: SBI ના 44 કરોડ ગ્રાહકો માટે મહત્વના સમાચાર, 17મી જૂનના રોજ આ સમય દરમિયાન નહીં કરી શકો લેવડદેવડ!
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) માં ખાતું ધરાવનારા ગ્રાહકો માટે મહત્વના સમાચાર છે.
Trending Photos
નવી દિલ્હી: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) માં ખાતું ધરાવનારા ગ્રાહકો માટે મહત્વના સમાચાર છે. જો તમારું એકાઉન્ટ આ બેંકમાં હોય તો તમારા માટે બેંકે એક અલર્ટ જાહેર કરી છે. બેંકે જણાવ્યું છે કે 17 જૂન 2021ના રોજ કેટલાક કલાક માટે બેંકની ખાસ સર્વિસ કામ નહીં કરે. બેંક પોતાના ગ્રાહકોને સારી સુવિધા આપવા માટે સમયાંતરે અપગ્રેડ કરતી રહે છે. જેથી કરીને ગ્રાહકોને ડિજિટલ સુવિધાઓ વધુ સરળતાથી મળી શકે. બેંકે ટ્વીટ કરીને ગ્રાહકોને આ અંગે જાણકારી આપી છે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે 17મી જૂન 2021ના રોજ 00.30 વાગ્યાથી લઈને 02.30 વાગ્યા સુધી મેન્ટેનન્સનું કામ ચાલશે. મેન્ટેનન્સ એક્ટિવિટીના કારણે ગ્રાહકો બે કલાક માટે ઈન્ટરનેટ બેંકિંગ, યોનો એપ (YONO App), યોનો લાઈટ(YONO Lite) અને યુપીઆઈ(UPI) નો ઉપયોગ કરી શકશે નહીં.
શું છે SBI ની યોનો?
SBI YONO એક ઈન્ટિગ્રેટેડ ડિજિટલ બેંકિંગ પ્લેટફોર્મ છે. જેના દ્વારા યૂઝર્સ અનેક પ્રકારની સુવિધાઓનો ફાયદો લઈ શકે છે. અત્રે જણાવવાનું કે ગ્રાહકોને નાણાકીય સેવાઓની સાથે સાથે ફ્લાઈટ, બસ અને ટેક્સી બુકિંગ, ઓનલાઈન શોપિંગ કે મેડિકલ બિલનું પેમેન્ટ કરવાની પણ સુવિધા મળે છે. Android અને iOS બંને પ્રકારના યૂઝર્સ તેનો સરળતાથી ઉપયોગ કરી શકે છે.
We request our esteemed customers to bear with us as we strive to provide a better banking experience.#InternetBanking #YONOSBI #YONO #ImportantNotice pic.twitter.com/hxN9ptHQy5
— State Bank of India (@TheOfficialSBI) June 15, 2021
22 હજારથી પણ વધુ છે બ્રાન્ચ
નોંધનીય છે કે દેશભરમાં એસબીઆઈની 22 હજારથી વધુ બ્રાન્ચ છે અને 58 હજારથી વધુ એટીએમ/સીડીએમનું નેટવર્ક છે. બેંકના કુલ 44 કરોડ ગ્રાહકોમાંથી 8.5 કરોડ ગ્રાહકો ઈન્ટરનેટ બેંકિંગ અને 1.9 કરોડ ગ્રાહકો મોબાઈલ બેંકિંગનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત બેંકના ઈન્ટીગ્રેટેડ ડિજિટલ એન્ડ લાઈફસ્ટાઈલ પ્લેટફોર્મ યોનોને લોકો પસંદ કરે છે અને અત્યાર સુધીમાં 7.4 કરોડથી વધુ ડાઉનલોડ થયેલી છે.
3.45 કરોડ લોકો કરે છે ઉપયોગ
હાલ એસબીઆઈમાં યોનોના 3.45 કરોડ રજિસ્ટર્ડ યૂઝર્સ છે. જેના પર દરરોજ લગભગ 90 લાખ લોકો લોગઈન થાય છે. ડિસેમ્બર 2020 ત્રિમાસિકમાં એસબીઆઈએ 15 લાખથી વધુ ખાતા યોનો દ્વારા જ ખોલ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે