પ્રિયંકાએ સ્વીકારી ‘હાર’, કહ્યું- કોંગ્રેસે ઉભા રાખ્યા નબળા ઉમેદવાર

લોકસભા ચૂંટણી 2019 (Loksabha Election 2019)માં હજું ત્રણ તબક્કામાં વોટિંગ પ્રક્રિયા બાકી છે. પરંતુ કોંગ્રેસની મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે. ન્યૂઝ એજન્સી ANI સાથે વાતચીત કરતા પ્રિયંકાએ સ્વીકાર કર્યું કે, કોંગ્રેસે કેટલીક બેઠકો પર નબળા ઉમેદવાર ઉભા રાખ્યા છે.

પ્રિયંકાએ સ્વીકારી ‘હાર’, કહ્યું- કોંગ્રેસે ઉભા રાખ્યા નબળા ઉમેદવાર

વારાણસી: લોકસભા ચૂંટણી 2019 (Loksabha Election 2019)માં હજું ત્રણ તબક્કામાં વોટિંગ પ્રક્રિયા બાકી છે. પરંતુ કોંગ્રેસની મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે. ન્યૂઝ એજન્સી ANI સાથે વાતચીત કરતા પ્રિયંકાએ સ્વીકાર કર્યું કે, કોંગ્રેસે કેટલીક બેઠકો પર નબળા ઉમેદવાર ઉભા રાખ્યા છે. પ્રિયંકાએ કહ્યું કે, ઉત્તર પ્રેદશમાં ભાજપ સંપૂર્ણ રીતે હારશે. જે બેઠક પર કોંગ્રેસ મજબૂત છે ત્યાં અમારા ઉમેદવાર મજબૂતીથી ઉભા છે અને તે જગ્યાઓથી કોંગ્રેસ જીતશે. જ્યાં અમારા ઉમેદવાર થોડા નબળા છે ત્યાં અમે એવા ઉમેદવાર ઉભા રખ્યા છે જે ભાજપના વોટ કાપશે.

વારાણસીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સામે ચૂંટણી ના લડવાના સવાલ પર પ્રિયંકાએ કહ્યું કે, જો વારાણસીથી તે લડતી તો તેઓ ત્યાં સુધી જ સીમિત રહેતી. વારાણસીથી ચૂંટણી ના લડાવા પર નિરાશ નથી. પ્રિયંકા ગાંધી તેમના માટે રાજનીતિમાં થોડી આવ્યા છે. કોંગ્રેસનું સંગઠન અહીં મજબૂત બનાવવું છે. રાજનીતિ માત્ર જીતવા માટે થોડી હોય છે.

પૂર્વ ઉત્તર પ્રેદશની ચૂંટણી પ્રભારી પ્રિયંકાએ કહ્યું કે, મારી રણનીતિ સ્પષ્ટ છે. ભાજપને યૂપીમાં હરાવી છે. કોંગ્રેસ સારૂ પ્રદર્શન કરશે. મજબૂત ઉમેદવાર જીતશે. જ્યાં નબળા ઉમેદવાર છે ત્યાં ભાજપના વોટ કપાશે. ગઠબંધનના વોટ નથી કપાઇ રહ્યાં, ભાજપના વોટ કપાઇ રહ્યાં છે.

અજય રાયને ઉમેદવારી પત્ર દાખલ કર્યુ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસદીય ક્ષેત્ર વારાણસીથી કોંગ્રેસ ઉમેદવારના રૂપમાં અજય રાયે સોમવારે તેમનું નામાંકન કરાવ્યું હતું. નામાંકન પૂર્વ કોંગ્રેસ પાર્ટીએ પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બરના નેતૃત્વમાં રોડ શો કરી શક્તિ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસ પાર્ટીનો આ રોડ શો ગંગા જમુની તહઝીબ પર આધારિત હતો. રોડ શો પીલીકોઠી સ્થિત આઝાદ પાર્કથી શરૂ થયો અને વિશ્વેશ્વરગંજ, મૈદાગિન, કબીરચોરા, લહૂરાબીર અને અંધરાપુર થઇને કચેરી પહોંચ્યો. જ્યાં કોંગ્રેસ ઉમેદવાર અજય રાયે તેમનું નામાંકન દાખલ કરાવ્યું હતું.

નામાંકન પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાજ બબ્બરે પીલી કોઠીમાં કહ્યું કે કોંગ્રેસ હમેશાંથી જનતાના સંઘર્ષોની સાથી રહી છે. બનારસની ગંગા જમુની તહઝીબને ધ્યાનમાં રાખી બધા એક થઇને મતદાન કરે. જનતા 2014ની ભૂલને ના પુનરાવર્તીક કરો અને બધા એકજૂટ થઇને મતદાન કરી કોંગ્રેસને જીત અપાવો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news