SBIના ગ્રાહકો માટે મહત્વના સમાચાર, 1 જાન્યુ.થી ATMમાં જાઓ તો તમારો ફોન ખાસ સાથે રાખજો

નવું વર્ષ એટલે કે પહેલી જાન્યુઆરી 2020થી જો રાતે 8 વાગ્યા બાદ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના એટીએમથી વધુ પૈસા કાઢવા હોય તો મોબાઈલ ફોન જરૂર લઈ જજો, કારણ કે સ્ટેટ બેંક નવા વર્ષથી રાતે 8 વાગ્યાથી સવારે 8 વાગ્યા વચ્ચે ગ્રાહકો માટે એટીએમથી કેશ કાઢવા માટે વન ટાઈમ પાવર્ડ (OTP) જરૂરી કરવા જઈ રહી છે.

SBIના ગ્રાહકો માટે મહત્વના સમાચાર, 1 જાન્યુ.થી ATMમાં જાઓ તો તમારો ફોન ખાસ સાથે રાખજો

નવી દિલ્હી: નવું વર્ષ એટલે કે પહેલી જાન્યુઆરી 2020થી જો રાતે 8 વાગ્યા બાદ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ના એટીએમ (ATM) થી વધુ પૈસા કાઢવા હોય તો મોબાઈલ ફોન જરૂર લઈ જજો, કારણ કે સ્ટેટ બેંક નવા વર્ષથી રાતે 8 વાગ્યાથી સવારે 8 વાગ્યા વચ્ચે ગ્રાહકો માટે એટીએમથી કેશ કાઢવા માટે વન ટાઈમ પાવર્ડ (OTP) જરૂરી કરવા જઈ રહી છે. જો કે આ શરત 10 હજાર રૂપિયા કરતા વધુ રકમ જો તમારે એટીએમમાંથી કાઢવી હોય તો જ લાગુ થઈ પડશે. 

ડેબિટ  કાર્ડ એટીએમ મશીનમાં નાખો અને ત્યારબાદ અન્ય વિગતો ફીડ કર્યાં પછી તમારી પાસે ઓટીપી (OTP)  માંગશે. ઓટીપીને સ્ક્રિન પર એન્ટર કર્યા બાદ પૈસા કાઢી શકશો. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) આ વ્યવસ્થા ખાતાધારકોના એટીએમના દુરુપયોગને રોકવા અને હિતોને બચાવવા માટે કરી રહી છે. જો કે એસબીઆઈ ગ્રાહકો જો કોઈ અન્ય બેંકના એટીએમમાંથી પૈસા કાઢશે તો ઓટીપીની જરૂર રહેશે નહીં. 

એસબીઆઈની આ વ્યવસ્થા હાલ બેંકના પોતાના એટીએમ સુધી જ મર્યાદિત છે. ATMs ચલાવનારા નેશનલ ફાઈનાન્શિયલ સ્વિચમાં હજુ પણ આ પ્રકારની વ્યવસ્થા થઈ શકી નથી. 

જુઓ LIVE TV

#SBIના ગ્રાહકો ધ્યાન આપો!

- 1 જાન્યુઆરીથી ATMમાં જાઓ તો ફોન જરૂર લઈ જજો. 
- 10,000 રૂપિયા કરતા વધુ કેશ ઉપાડ પર OTPની શરત લાગુ.
- રાતે 8 વાગ્યાથી લઈને સવારે 8 વાગ્યા સુધી OTP વગર કેશ ઉપાડી શકાશે નહીં. 
- ATMમાં અન્ય વિગતો નાખ્યા બાદ OPT જરૂરી.
- બેંક કોશિશ કરી રહી છે કે ગ્રાહકો સાથે ફ્રોડ ન થાય.
- અન્ય બેંકોના ATMથી કેશ ઉપાડો તો OTP સિસ્ટમ લાગુ નહીં થાય. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news