World's Richest Person: આ 10 લોકોની પાસે છે વિશ્વમાં સૌથી વધારે પૈસો, જુઓ લિસ્ટ
મસ્ક ઓકટોબરમાં 300 અબજ ડોલરની સંપત્તિનો આંકડા પર પહોંચનાર વિશ્વના પ્રથમ વ્યક્તિ બન્યા હતા. આ પહેલા કોઈ વ્યક્તિ આટલી સંપત્તિ સુધી પહોંચી શક્યો નથી. પરંતુ બાદમાં તેમની સંપત્તિ આ સ્તરથી નીચે આવી ગઈ છે.
Trending Photos
નવી દિલ્હીઃ વર્ષ 2021 સમાપ્ત થવાનું છે. પસાર થયેલા વર્ષે કોરોના સંકટની સાથે-સાથે અનેક ચઢાવ-ઉતાર જોયા છે. આ ચઢાવ-ઉતાર દુનિયાના સૌથી ધનવાન લોકોના લિસ્ટમાં પણ જોવા મળ્યો છે. ક્યારેક એમેઝોનના જેફ બેઝોસ (Jeff Bezos) દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ હતા તો ટેસ્લાના એલન મસ્કે તેમને પાછળ છોડતા નંબર વનની પોઝિશન હાસિલ કરી છે. વર્તમાનમાં એલન મસ્ક વિશ્વા સૌથી ધનવાન વ્યક્તિમાં પ્રથમ સ્થાને છે. આવો જાણીએ દુનિયાના ટોપ-10 અમીર લોકોમાં એલન મસ્ક સિવાય અન્ય કોણ-કોણ સામેલ છે.
એલોન મસ્કઃ $274 બિલિયન
જેફ બેઝોસ: $197 બિલિયન
બર્નાર્ડ આર્નોલ્ટ: $171 બિલિયન
બિલ ગેટ્સઃ $137 બિલિયન
લેરી પેજઃ $130 બિલિયન
સેર્ગેઈ બ્રિન: $125 બિલિયન
માર્ક ઝકરબર્ગઃ $125 બિલિયન
સ્ટીવ બાલ્મર: $119 બિલિયન
લેરી એલિસન: $109 બિલિયન
વોરેન બફેટ: $107 બિલિયન
Source: Bloomberg Billionaire Index
એલન મસ્ક 300 અબજ ડોલર સુધી પહોંચનાર વિશ્વના પ્રથમ વ્યક્તિ
એટલું જ નહીં ઓકટોબરમાં 300 અબજ ડોલરની સંપત્તિનો આંકડા પર પહોંચનાર વિશ્વના પ્રથમ વ્યક્તિ બન્યા હતા. આ પહેલા કોઈ વ્યક્તિ આટલી સંપત્તિ સુધી પહોંચી શક્યો નથી. પરંતુ બાદમાં તેમની સંપત્તિ આ સ્તરથી નીચે આવી ગઈ છે.
મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી ક્યા
ભારત અને એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણી દુનિયાના 12માં સૌથી ધનવાન છે. બ્લૂમબર્ગ બિલિયેનિયર ઇન્ડેક્સ પ્રમાણે આ સમયે અંબાણીની સંપત્તિ 89.3 અબજ ડોલર છે. તો ભારતના બીજા સૌથી ધનવાન વ્યક્તિ ગૌતમ અદાણીની વાત કરીએ તો તે વિશ્વના 14માં સૌથી ધનીક છે. તેમની વર્તમાન સંપત્તિ 77.7 અબજ ડોલર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે