Zomato ના ફાઉન્ડર મોહિત ગુપ્તાએ અચાનક આપી દીધું રાજીનામું, જણાવ્યું રાજીનામાનું કારણ
Zomato Co-founder Mohit Gupta: ઝોમેટો કંપની વધુ એક કો-ફાઉન્ડર મોહિત ગુપ્તાએ કંપનીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે આ રાજીનામાનું કારણ પણ શેર કર્યું છે. આ પહેલાં ગત વર્ષે કો-ફાઉન્ડર ગૌરવ ગુપ્તાએ પણ રાજીનામું આપી દીધું હતું.
Trending Photos
Zomato Company Latest Updates: ઓનલાઇન ડિલીવરી કંપની Zomato વિશે મોટું અપડેટ સામે આવ્યું છે. કંપનીના કો-ફાઉન્ડર મોહિત ગુપ્તા (Mohit Gupta) એ કંપનીએ રિઝાઇન કરી દીધો છે. તેમણે આ રાજીનામાનું કારણ પણ શેર કર્યું છે. સાથે જ પોતાના આગામી પગલાં વિશે પણ સંકેત આપ્યા છે. જોકે તે શું કરશે, એ અત્યાર સુધી તેમણે ખુલીને કંઇ જણાવ્યું નથી.
કંપનીએ નિવેદન જાહેર કરી આપી જાણકારી
Zomato કંપનીએ શુક્રવારે નિવેદન જાહેર કરી જણાવ્યું કે તેના કો-ફાઉન્ડર મોહિત ગુપ્તા (Mohit Gupta)એ પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે સાડા ચાર વર્ષ પહેલાં કંપનીની શરૂઆતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ વર્ષ 2020 માં તેમણે પ્રમોટ કરવા કંપનીની ફૂડ ડિલીવરી બિઝનેસના CEO બનાવવામાં આવ્યા.
મોહિત ગુપ્તાએ રાજીનામાનું કારણ જણાવ્યું
મોહિત ગુપ્તા (Mohit Gupta) એ કંપનીને રાજીનામું મોકલીને પોતાના નિર્ણયની જાણકારી આપી. આ મેસેજમાં ગુપ્તાએ કહ્યું 'હું એક નવા એડવેન્ચરની શોધમાં Zomato માંથી વિદાય લેવાનો નિર્ણય કર્યો છે. કેથી હું જીંદગીની મજા માણી શકું. કંપનીએ મોહિત ગુપ્તાએ આ મેસેજને મોકલી બોમ્બે સ્ટોક એક્સચેંજ (BSE) ને ફોરવર્ડ કર કંપનીમાં ફેરફારની સૂચના આપી.
'મેન મેનેજરિયલ પોઝિશન પર ન હતા'
કંપનીએ કહ્યું કે મોહિત ગુપ્તાએ Zomato માંથી હટાવવાનો નિર્ણય પોતાની મરજીથી કર્યો છે. તે કંપનીઝ એક્ટ 2013 અંતગર્ત Zomato માં મેન મેનેજરિયલ પોઝિશન પર પણ ન હતા. મોહિત ગુપ્તા પહેલાં વર્ષ 2021 માં કંપનીના વધુ એક કો-ફાઉન્ડર ગૌરવ ગુપ્તાએ રિઝાઇન કરી દીધું હતું. તે ઝોમેટોમાં હેડ ઓફ સપ્લાય હતા. મોહિત અને ગૌરવ ગુપ્તાએ દીપિંદર ગોયલ સઆથે મળીને જોમેટોની શરૂઆત કરી હતી.
આ પણ વાંચો: 7 Seater Car ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 3 ગાડીના ગ્રાહકો છે દીવાના
આ પણ વાંચો: આ ઘઉંને કહે છે, 'ખેડૂતોનું કાળુ સોનું', ફાયદા એટલા કે ખરીદવા થઇ જશો મજબૂર
આ પણ વાંચો: Vashikaran: આ વશીકરણ ઉપાયથી કોઇપણ સ્ત્રી કે પુરૂષને કરો વશમાં
આ પણ વાંચો: સ્પર્મ કાઉન્ટ વધારવા માટે પુરૂષો માટે વરદાન સમાન છે આ વસ્તુ, ફાયદા જાણી ચોંકી જશો
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે