શ્રીદેવીની 'બહેન'નું કેન્સરને કારણે નિધન

મળતી માહિતી પ્રમાણે સુજાતા કેન્સરના ચોથા સ્ટેજ પર હતા. 

શ્રીદેવીની 'બહેન'નું કેન્સરને કારણે નિધન

મુંબઈ : શ્રીદેવીની સુપરહિટ ફિલ્મ ઈંગ્લિશ વિંગ્લિશમાં તેમની બહેનનો રોલ કરનારા બોલિવૂડ એક્ટ્રેસ સુજાતા કુમારનું કેન્સરના કારણે નિધન થયું છે. સુજાતા મેટાસ્ટેટિક કેન્સરનો શિકાર હતા. ડિરેક્ટર શેખર કપૂરની એક્સ વાઈફ અને સુજાતાની સગી નાની બહેન સુચિત્રા કૃષ્ણમૂર્તિએ આ જાણકારી ટ્વિટર અને ફેસબુક પર આપી છે.

— Suchitra Krishnamoorthi (@suchitrak) August 19, 2018

— Suchitra Krishnamoorthi (@suchitrak) August 12, 2018

સુજાતાની બહેને લખ્યું છે કે, સુજાતા કુમાર હવે નથી રહ્યા. સુજાતાએ 19 ઓગસ્ટ, 2018ના રોજ અંતિમ શ્વાસ લીધા. જીવન હવે ક્યારેય પહેલા જેવું નહીં રહે. આજે 11 વાગ્યે સુજાતાનો અંતિમ સંસ્કાર વિલે પાર્લે સ્થિત પવન હંસ સ્મશાન ઘાટ પર કરવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે સુજાતા કેન્સરના ચોથા સ્ટેજ પર હતા. 

સુજાતાએ ફિલ્મો સિવાય ટીવી સીરિયલ્સમાં પણ કામ કર્યું છે. સુજાતા સ્ટાર વનના શો હોટલ કિંગસ્ટન, ઝી કેફેની સીરિયલ બોમ્બે ટોકિંગ અને અનિલ કપૂરના શો 24માં પણ કામ કરી ચુક્યા છે. સુજાતાએ ઈંગ્લિશ વિંગ્લિશ સિવાય રાંઝણા, ગોરી તેરે પ્યાર મેં, રોકસ્ટાર જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news