અનિલ કપૂરે જમાઈ આનંદ આહુજા સાથેની તસવીર કરી શેયર, લોકોએ તરત સવાલ કર્યો કે...

સોનમ કપૂરે ગયા વર્ષે જ આનંદ આહુજા સાથે લગ્ન કર્યા છે

અનિલ કપૂરે જમાઈ આનંદ આહુજા સાથેની તસવીર કરી શેયર, લોકોએ તરત સવાલ કર્યો કે...

મુંબઈ : હાલમાં જ્યારે મલંગ ફિલ્મની ટીમની તસવીર જાહેર થઈ હતી એમાં 62 વર્ષનો અનિલ કપૂર સૌથી એનર્જેટિક લાગતો હતો. આ સમયે જ તેના ચાહકોએ તેની ફિટનેસ ટિપ્સ જાણવા માટે સવાલો કર્યા હતા. હવે અનિલે એવી તસવીર પોસ્ટ કરી છે જેણે તેને રિયલ લાઇફ હીરો બનાવી દીધો છે. આ તસવીર જોઈને ચાહકો આમાં જમાઈ કોણ છે? એવા સવાલ કરવા લાગ્યા છે.

હકીકતમાં અનિલે ઇન્સ્ટાગ્રામ પર પોતાના જમાઈ આનંદ આહુજા સાથેની તસવીર શેયર કરી છે. આનંદ અને સોનમ કપૂરે હજી ગયા વર્ષે જ લગ્ન કર્યા છે. આ તસવીરમાં આનંદની સરખામણીમાં અનિલ વધારે યંગ લાગતા લોકો તેની ચિરયુવાની પર ફિદા થઈ ગયા છે. અનિલની આ સ્ટાઇલ પર લોકો ફિદા થઈ ગયા છે તો આનંદે પણ મોટી ટિપ્પણી કરી છે.

અનિલ અને આનંદની આ તસવીરમાં જમાઈ આનંદની દાઢીના વાળ સફેદ રંગના દેખાય છે અને અનિલ કોઈ એન્ગલથી તેનો સસરો નથી લાગી રહ્યો. આ તસવીર જોઈને એક ચાહકે તો એવી કમેન્ટ કરી છે કે અનિલ તો આનંદનો નાનો ભાઈ લાગે છે. આ તસવીર ઇંગ્લેન્ડની છે. હાલમાં અનિલે ઇંગ્લેન્ડ ખાતે દીકરી અને જમાઈ સાથે વેકેશન ગાળ્યું હતું અને આ સમયે તસવીર ક્લિક કરવામાં આવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news