લગ્નના પાંચ વર્ષ પછી જોને પત્ની પ્રિયા વિશે કર્યો મોટો ખુલાસો, કહ્યું કે...
જોનની આગામી ફિલ્મ રોમિયો અકબર વોલ્ટર ટૂંક સમયમાં રિલીઝ થઈ રહી છે
Trending Photos
મુંબઈ : જોન અબ્રાહમની આગામી ફિલ્મ રોમિયો અકબર વોલ્ટર ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં તેનો રોલ ભારતીય જાસૂસનો છે. આ ફિલ્મની વાર્તા 1971માં થયેલા ભારત-પાકિસ્તાનના યુદ્ધના બેકડ્રોપ પર આધારિત છે. જોન સામાન્ય રીતે પોતાની પ્રોફેશનલ લાઇફ વિશે ખુલીને વાત કરી છે પણ પર્સનલ લાઇફ વિશે એકપણ શબ્દ બોલવાનું પસંદ નથી કરતો. જોકે હાલમાં જોને પોતાની પત્ની પ્રિયા રુંચાલ વિશે મોટો ખુલાસો કર્યો છે.
જોન અને પ્રિયાના લગ્નને પાંચ વર્ષ થઈ ગયા છે અને પાંચ વર્ષ પછી તેણે જાહેરમાં પત્ની પ્રિયાના વખાણ કર્યા છે. હાલમાં એક ન્યૂઝપેપરને આપેલા ઇન્ટરવ્યૂમાં જોને કહ્યું છે કે ''મને પાપારાઝી કલ્ચર બિલકુલ પસંદ નથી. હું જ્યારે મારા પરિવાર અને પત્ની સાથે ક્વોલિટી ટાઇમ પસાર કરું છું ત્યારે કોઈ પ્રકારની દખલગીરી મને પસંદ નથી. પ્રિયા બહુ પ્રાઇવેટ વ્યક્તિ છે અને મને તેની આ આદત ગમે છે. તેણે પોતાનો અભ્યાસ બિઝનેસ સ્કૂલ ઓફ લંડનથી કર્યો છે. તેને ચૂપચાપ રહીને કામ કરવું પસંદ છે અને મને તેની આ આદત ગમે છે.''
જોનની ગૌહાટીમાં એક ફુટબોલ ટીમ છે અને આ ટીમને હેન્ડલ કરવાનું કામ પ્રિયા કરે છે. જોન અને પ્રિયાએ 2014માં લગ્ન કર્યા હતા. આ લગ્ન સમારંભ એકદમ પ્રાઇવેટ હતો. પ્રિયા એક ઇન્વેસ્ટમેન્ટ બેન્કર છે અને તે પડદા પાછળ રહીને જોનનું કામ સંભાળે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે