એરફોર્સનાં પ્લેન વધારે રોકાયા હોત તો લાહોરમાં આજે ત્રિરંગો ફરકી રહ્યો હોત: સોમ

સરઘનાના ભાજપ ધારાસભ્ય સંગીત સોમે બાલકોટ એરસ્ટ્રાઇક મુદ્દે મોટુ નિવેદન આપ્યું છે, તેમણે કહ્યું કે, જો વાયુસેના થોડો વધારે સમય રોકાઇ હોત તો લાહોરમાં પણ ત્રિરંગો ફરકી રહ્યો હોત

એરફોર્સનાં પ્લેન વધારે રોકાયા હોત તો લાહોરમાં આજે ત્રિરંગો ફરકી રહ્યો હોત: સોમ

નવી દિલ્હી : પુલવામા આતંકવાદી હુમલા બાદ ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાનમાં ઘુસીને કરવામાં આવેલી કાર્યવાહી લોકસભા ચૂંટણીમાં ચર્ચાનો સૌથી મોટો વિષય છે. ઉત્તરપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીનાં ફાયર બ્રાંડ નેતા સંગીત સોમે આ એર સ્ટ્રાઇક પર એક મોટુ નિવેદન આપ્યું છે. સંગીત સોમનું કહેવું છે કે જો ભારતીય વાયુસેના થોડો વધારે સમય ત્યાં રોકાઇ હોત તો લાહોરમાં આજે ત્રિરંગો ફરકી રહ્યો હોત.

— ANI UP (@ANINewsUP) March 18, 2019

પશ્ચિમી ઉત્તરપ્રદેશનાં શામલીમાં એક રેલીને સંબોધિત કરતા સંગીત સોમે કહ્યું કે, બાલાકોટ જ્યાં સુધી આપણી વાયુસેના પહોંચી છે તે લાહોરથી ખુબ જ નજીક છે. દોસ્તો ખુબ જ નજીક એટલું નજીક કે જો બે મિનિટ વધારે ત્યાં વાયુસેના રોકાઇ હોત તો આજે લાહોરમાં આજે ત્રિરંગો ફરકી રહ્યો હોત. 

સંગીત સોમે પશ્ચિમી ઉત્તરપ્રદેશનાં સરધનાના ધારાસભ્ય છે અને પોતાનાં નિવેદન મુદ્દે હંમેશા ચર્ચામાં રહે છે. બીજી તરફ તેનું નિવેદન સોશિયલ મીડિયા પર સતત વાઇરલ થઇ રહ્યું છે. સંગીત સોમનું નામ 2013માં થયેલા મુજફ્ફરનગર તોફાનોમાં પણ આવ્યું હતું. તેમના પર ભડકાઉ ભાષણ આપવાનો આરોપ હતો. 

ઉલ્લેખનીય છે કે, 26 ફેબ્રુઆરી 2019નાં રોજ બાલકોટમાં કરવામાં આવેલી એરસ્ટ્રાઇક બાદથી જ ચૂંટણીમાં આ મહત્વનો મુદ્દો બની ચુક્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા બાલાકોટનાં મુદ્દા પર ફ્રંટ ફુટ પર આવીને રમાઇ રહ્યું છે. અને તેને ચૂંટણી એજન્ડા બનાવી દેવાયો છે. રાષ્ટ્રવાદ હેઠળ ભાજપ આ મુદ્દાને ચગાવી રહી છે. 

એર સ્ટ્રાઇક બાદ થયેલા અનેક સર્વેમાં સ્પષ્ટ રીતે ભાજપને તેનો લાભ દેખાઇ રહ્યો છે. હિંદી બેલ્ટનાં રાજ્યોમાં એર સ્ટ્રાઇક એક મોટો મુદ્દો બનીને ઉભર્યો છે. જેના પર દરેક વ્યક્તિ વાત કરી રહ્યા છે. વડાપ્રધાન મોદી ભાજપ પ્રમુખ અમિત શાહ સહિત અનેક નેતાઓ પોતાના ભાષણમાં પાકિસ્તાનને મુંહતોડ જવાબ અપાયાની વાત કરી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news