રાજકોટ : માતાજીના દર્શને જઇ રહેલા પરિવારનો અકસ્માત, પિતા-પુત્રનું મોત

રાજકોટના એક પરિવારને જેતપુર નજીક અકસ્માત નડ્યો હતો. જેમાં પિતા પુત્રનું મોત નિપજ્યું હતું. વિજકંપનીમાં (PGVCL) એન્જિનિયર તરીકે ફરજ બજાવતા કુશલ પરિવાર સાથે વંથલી માતાજીનાં દર્શન કરવા માટે જઇ  રહ્યા હતા ત્યારે સાંકડી ગામના પાટીયા નજીક કાર ડિવાઇટર સાથે અથડાઇને પલ્ટી મારી ગઇ હતી. જેમાં કુશલ શાહ અને તેનાં પિતા દિપક શાહનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે ત્રણ વ્યક્તિને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે નજીકની હોસ્પિટલ લઇ જવાયા હતા. 
રાજકોટ : માતાજીના દર્શને જઇ રહેલા પરિવારનો અકસ્માત, પિતા-પુત્રનું મોત

રાજકોટ : રાજકોટના એક પરિવારને જેતપુર નજીક અકસ્માત નડ્યો હતો. જેમાં પિતા પુત્રનું મોત નિપજ્યું હતું. વિજકંપનીમાં (PGVCL) એન્જિનિયર તરીકે ફરજ બજાવતા કુશલ પરિવાર સાથે વંથલી માતાજીનાં દર્શન કરવા માટે જઇ  રહ્યા હતા ત્યારે સાંકડી ગામના પાટીયા નજીક કાર ડિવાઇટર સાથે અથડાઇને પલ્ટી મારી ગઇ હતી. જેમાં કુશલ શાહ અને તેનાં પિતા દિપક શાહનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે ત્રણ વ્યક્તિને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે નજીકની હોસ્પિટલ લઇ જવાયા હતા. 

વિસાવદર: ઇનફાઇટમાં સિંહનું મોત, માનવભક્ષી દીપડાને ઠાર મારવા લોકોએ ફોરેસ્ટરને ઘેર્યા
બનેવીની કાર લઇને દર્શન કરા જઇ રહ્યા હતા
કુશલ શાહ સાથે પિતા દિપક શાહ, બેન રિદ્ધઇ શાહ, બનેવી નિર્મલ ખખ્ખર અને માતા ભારતીબેન પણ હતા. દુર્ઘટનામાં કુશલ શાહ અને દિપક શાહનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જો કે કુશલના મોતથી દોઢ વર્ષની પુત્રી યામીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. ગાડી કુશલના બનેવી નિર્મલ ખખ્ખરની હોવાનું સામે આવ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news