બોલીવુડની 'દમ મારો દમ' ગેંગની વધી શકે છે મુશ્કેલી, ગોવાથી વધુ એક ડ્રગ્સ ડીલર NCBની કસ્ટડીમાં

સુશાંત સિંહ રાજપૂત કેસમાં 93 દિવસ પસાર થઈ ચુક્યા છે પરંતુ અત્યાર સુધી મોતનું કારણ સામે આવી શક્યું નથી. આ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. 

  બોલીવુડની 'દમ મારો દમ' ગેંગની વધી શકે છે મુશ્કેલી, ગોવાથી વધુ એક ડ્રગ્સ ડીલર NCBની કસ્ટડીમાં

મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂત કેસમાં 93 દિવસ પસાર થઈ ચુક્યા છે પરંતુ અત્યાર સુધી મોતનું કારણ સામે આવી શક્યું નથી. આ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. 

જલદી CBI તપાસનો અંતિમ રિપોર્ટ રજૂ કરવાની છે. હવે ફાઇનલ રિપોર્ટ દેશને ચોંકાવનારો હશે કે નહીં તે થોડા દિવસમાં સ્પષ્ટ થી જશે. પરંતુ બોલીવુડની મુશ્કેલી વધવાની છે. ખબરો પ્રમાણે સુશાંત કેસમાં ડ્રગ્સ એંગલની તપાસ કરી રહેલી એનસીબીના રડારમાં ઘણા સિતારા છે. જેના નામ રિયાએ પૂછપરછમાં લીધા છે. એટલે સ્પષ્ટ છે કે સિતારાઓની મુશ્કેલી વધતી જોવા મળી રહી છે અને હવે મામલાએ રાજકીય રૂપ પણ લઈ લીધું છે. 

મહત્વનું છે કે આજે CBIએ ગોવાથી 74 વર્ષના વ્યક્તિને કસ્ટડીમાં લીધો છે જે cris costaને LSD ડ્રગ્સ આપતો હતો. આ વ્યક્તિ પાસે 16 લાખ રૂપિયા પણ જપ્ત થયા છે. NCBના સૂત્રો પ્રમાણે નોર્થ ગોવામાં થનારી ઘણી પાર્ટીઓમાં આ વ્યક્તિ ડ્રગ્સની સપ્લાઈ કરતો હતો. ત્યારબાદ Cris Costa એ LSD ડ્રગ્સની સપ્લાઈ અનુજ કેસવાનીને કરી હતી. એનસીબીએ આ મામલાની જાણકારી આવકવેરા વિભાગને પણ આપી છે. 

ટાપુ પર થતી હતી સુશાંતની 'ડ્રગ પાર્ટી', રિયાએ NCBને જણાવ્યા આ અભિનેત્રીઓના નામ!

તો સૂત્રો પ્રમાણે સીબીઆઈ આ કેસને જલદી બંધ કરવાની છે. સુશાંતના મોત મામલામાં અંતિમ તપાસ રિપોર્ટ નિર્ણાયક હશે, અને તેમાં કોઈ કન્ફ્યૂઝન હશે નહીં. 17 સપ્ટેમ્બરે થનારી મેડિકલ ટીમની બેઠક પહેલા ફાઇનલ રિપોર્ટ સબમિટ કરી દેવામાં આવશે અને ફોકસ સ્યુસાઇડ થિયરી પર જ રાખવામાં આવ્યું છે. 

તો સીબીઆઈની ટીમની સાથે એમ્સના ડોક્ટરોએ પણ સુશાંતની પોસ્ટમોર્ટમ રિપોર્ટ, વીડિયોગ્રાફી રિપોર્ટ અને વિસરા રિપોર્ટની તપાસ કરી છે. સૂત્રો પ્રમાણે તપાસમાં માત્ર સ્યુસાઇડ થિયરી નિકળીને સામે આવે છે, ત્યારબાદ કેસને જલદી બંધ કરવામાં આવી શકે છે. 

સુશાંત કેસમાં તેના મોતનું સાચુ કારણ તો સામે આવી શક્યું નથી પરંતુ આ તપાસમાં બોલીવુડની દમ મારો દમ ગેંગ પર શિકંજો કસાવાનો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news