AR Rahmanનો દાવો: બોલિવૂડ 'ગેંગ' મારા વિરુદ્ધ ફેલાવે છે અફવા, નથી મળતું કામ
સંગીતકાર એ આર રહેમાન (AR Rahman)એ દાવો કર્યો કે બોલિવૂડમાં એક એવી ગેન્ગ (જૂથ) છે જેના કારણે તેમને કામ મળવામાં અડચણો આવી રહી છે. રહેમાનની આ ટિપ્પણી એવા સમયે આવી છે કે જ્યારે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે ગત મહિને આત્મહત્યા કર્યા બાદ બોલિવૂડમાં ઈનસાઈડર અને આઉટસાઈડર (કલાકારોના બાળકો અને બહારથી આવતા કલાકારો)ને લઈને મોટી ચર્ચા ચાલી રહી છે.
Trending Photos
નવી દિલ્હી: સંગીતકાર એ આર રહેમાન (AR Rahman)એ દાવો કર્યો કે બોલિવૂડમાં એક એવી ગેન્ગ (જૂથ) છે જેના કારણે તેમને કામ મળવામાં અડચણો આવી રહી છે. રહેમાનની આ ટિપ્પણી એવા સમયે આવી છે કે જ્યારે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે ગત મહિને આત્મહત્યા કર્યા બાદ બોલિવૂડમાં ઈનસાઈડર અને આઉટસાઈડર (કલાકારોના બાળકો અને બહારથી આવતા કલાકારો)ને લઈને મોટી ચર્ચા ચાલી રહી છે.
ઓસ્કર એવોર્ડ વિજેતા સંગીત ડાઈરેક્ટરને જ્યારે હિન્દી ફિલ્મોમાં ઓછા કામ કરવા અંગે સવાલ પૂછવામાં આવ્યો તો તેના જવાબમાં રહેમાને કહ્યું કે કેટલાક લોકો તેમના વિશે ફિલ્મ જગતમાં 'અફવા' ફેલાવી રહ્યા છે જેના કારણે તેમના અને ફિલ્મ નિર્માતાઓ વચ્ચે 'ગેરસમજ' પેદા થઈ રહી છે. તેમણે કહ્યુ કે હું સારી ફિલ્મોને ના નથી પાડતો પરંતુ મારું મારું માનવું છે કે એક ગેંગ છે જે કેટલીક અફવા ફેલાવી રહી છે. અને ગેરસમજ પેદા કરે છે. આથી જ્યારે મુકેશ છાબડા મારી પાસે આવ્યાં તો મે તેમને બે દિવસમાં ચાર ગીત આપ્યાં. તેમણે મને કહ્યું કે 'સર અનેક લોકોએ કહ્યું કે તેમની પાસે ન જાઓ, તેમણે મને અનેક કિસ્સાઓ સંભળાવ્યાં.'
સંગીત ડાઈરેક્ટરે કહ્યું, 'મેં સાભળ્યું અને કહ્યું ઠીક છે, હવે હું સમજ્યો કે મને કામ કેમ ઓછું મળે છે અને મારી પાસે સારી ફિલ્મો કેમ નથી આવતી...' રહેમાને રાજપૂતની છેલ્લી ફિલ્મ 'દિલ બેચારા' માટે સંગીત આપ્યું છે. આ ફિલ્મ શુક્રવારે ડિઝ્ની હોટસ્ટાર પર રિલીઝ થઈ. ફિલ્મનું ડાઈરેક્શન મુકેશ છાબડાએ કર્યું છે. ફિલ્મમાં સંજના સાંધી અને સૈફ અલી ખાન પણ છે. સંગીતકારે કહ્યું કે તેઓ લોકોની આશાઓથી વાકેફ છે પરંતુ 'ગેંગ' આડે આવી રહી છે.
જુઓ LIVE TV
રહેમાને કહ્યું કે, 'લોકો મને કામ કરતો જોવા માંગે છે પરંતુ લોકોની એક એવી પણ ગેંગ છે જે આમ થવા દેતી નથી. જો કે મને ભાગ્યમાં વિશ્વાસ છે. મારું માનવું છે કે બધુ ઉપરવાળા દ્વારા આવે છે. આથી હું મારી ફિલ્મો અને બીજા કામ કરતો રહુ છું. પરંતુ તમે બધા મારી પાસે આવી શકો છો, તમે સારી ફિલ્મો બનાવો છોૌ અને તમારું મારા ત્યાં સ્વાગત છે.'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે