Happy Birthaday Gulzar: એક સમયે ગેરેજમાં કામ કરતા ગુલઝાર કઈ રીતે પહોંચ્યા ગ્રેમી અને Oscar સુધી
ગ્રેમી અવૉર્ડ વિજેતા ગીતકાર ગુલઝારનો આજે જન્મદિવસ છે. આ એ શખ્સિયત છે જેમના ગીતના 18 વર્ષથી માંડીને 80 વર્ષના લોકો દીવાના છે.
- ગીતકાર ગુલઝારનો આજે જન્મદિવસ
- ગ્રેમી અવૉર્ડ વિજેતા ગીતકાર છે ગુલઝાર
- એક સમયે ગેરેજમાં કામ કરતા હતા ગુલઝાર
Trending Photos
નવી દિલ્લીઃ દરેક ભાવને ઉમદા અંદાજમાં રજૂ કરનાર, દરેક રસને સાકાર કરનાર અને લાખો લોકોના દિલનો હાલ બયાન કરનાર ગીતકાર ગુલઝારનો આજે જન્મદિવસ છે. ગુલઝારના શબ્દોમાં એ જાદૂ છે કે તેમને સાંભળીને લોકો દિવાના થઈ જાય છે. શબ્દોના જાદૂગર કહેવાતા ગુલઝાર આજે પોતાનો 87મો જન્મદિવસ મનાવી રહ્યા છે. ત્યારે જાણો આજે તેમના વિશે ખાસ વાતો.
પાકિસ્તાનમાં થયો જન્મ-
ગુલઝારનો અસલી નામ સંપૂર્ણ સિંહ કાલરા છે. તેમનો જન્મ 18 ઓગસ્ટ 1934ના દિવસે પંજાબના ઝેલમમાં થયો હતો. જે હવે પાકિસ્તાનમાં છે. ભાગલા બાદ ગુલઝારનો પરિવાર અમૃતસર આવી ગયો હતો. અમૃતસરમાં ગુલઝારનો મન નહોતું લાગ્યું અને તેઓ મુંબઈ આવી ગયા.
ગેરેજમાં કર્યું હતું કામ-
મુંબઈ આવ્યા બાદ ગુલઝારે ગેરેજમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. ગેરાજના કામમાંથી જ્યારે સમય મળતો ત્યારે તેઓ કવિતાઓ લખતા હતા. ગુલઝારના કરિયરની શરૂઆત 1961માં વિમલ રાયના સહાયકના રૂપમાં થઈ હતી. આ સમયે તેમણે ઋષિકેશ મુખર્જી અને હેમંત કુમાર સાથે જ કામ કર્યું. આ દરમિયાન તેમણે બંદિનીમાં લિરિક્સ લખવાનો મોકો મળ્યો.
આવી રીતે મળ્યા રાખી અને ગુલઝાર-
સંગીતકાર હેમંત કુમારના ઘરે ગુલઝાર અને રાખી વચ્ચે મુલાકાત થઈ. જે તેમને મીના કુમારી જેવા જ લાગ્યા અને બંનેએ લગ્ન કરી લીધા. બંનેની એક દીકરી પણ છે મેઘના. જો કે, લગ્નના કેટલાક વર્ષો બાદ અણબનાવના કારણે રાખી તેમનાથી દૂર થઈ ગઈ. ગુલઝારે મેઘનાનો ઉછેર કર્યો.
ગુલઝારને સૌથી મોટા પુરસ્કાર જીત્યા-
પોતાની કલમની તાકાતથી ગુલઝારે તમામ મોટા પુરસ્કારો જીત્યા. વર્ષ 2004માં ગુલઝારને ભારત સરકારે પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા. સ્લમડૉગ મિલિયોનરના ગીતા જય હો માટે તેમને અને રહેમાનના સંયુક્ત રીતે બેસ્ટ ઑરિજિનલ સ્કોરનો અવૉર્ડ મળ્યો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે