બંટી ઔર બબલીના 15 વર્ષઃ અમિતાભે કહ્યુ, પ્રથમવાર કર્યુ હતુ પુત્ર અભિષેક સાથે કામ

નાના શહેરોથી દિલમાં મોટા સપના લઈને નિકળેલા બંટી અને બબલી પોતાની સાથે છેતરપિંડી થવા પર તેને પોતાના જીવવાનો સહારો બનાવી લે છે અને પછી બંન્ને છેતરનારને પકડવા માટે એક પોલીસ ઓફિસરને તેની પાછળ લગાવવામાં આવે છે.  

Updated By: May 26, 2020, 06:12 PM IST
બંટી ઔર બબલીના 15 વર્ષઃ અમિતાભે કહ્યુ, પ્રથમવાર કર્યુ હતુ પુત્ર અભિષેક સાથે કામ

નવી દિલ્હીઃ વર્ષ 2005માં રિલીઝ થયેલી ફિલ્મ બંટી ઔર બબલીને રિલીઝ થયાના આજે 15 વર્ષ થઈ ગયા છે. અમિતાભ બચ્ચને તે સમયને યાદ કર્યો છે જ્યારે તેમણે આ ફિલ્મમાં પ્રથમવાર પોતાના પુત્ર અભિષેક સાથે કામ કર્યું હતું. અમિતાભે આ ફિલ્મની 15મી એનિવર્સરી પર ટ્વીટ કર્યુ છે, જેમાં બે તસવીરો છે. પ્રથમ તસવીર ફિલ્મનું પોસ્ટર છે અને બીજી તસવીર એક સ્ટેજ પરફોર્મંસની છે જેમાં અમિતાભ, અભિષેક અને ઐશ્વર્યા સાથે ડાન્સ કરતા જોવા મળી રહ્યાં છે.

પોતાના ટ્વીટમાં અમિતાભે લખ્યુ, '15 વર્ષ.... બંટી ઔર બબલી'... અભિષેકની સાથે મારી પ્રથમ ફિલ્મ...કેટલી મજા કરી હતી... અને શું કમાલની ટીમ હતી... ઔર કજરારે... અમારા બધા સ્ટેજ શોમાં.... યૂ...હુ... મહત્વનું છે કે બંટી ઔર બબલી તે ફિલ્મ છે જેમાં અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય સાથે જોવા મળ્યા હતા અને આ ફિલ્મને લોકોએ ખુબ પસંદ કરી હતી. ફિલ્મની સ્ટોરી એક એવા યુવક અને યુવતીની છે જે હેરાફેરી કરવા લાગે છે. 

નાના શહેરોથી દિલમાં મોટા સપના લઈને નિકળેલા બંટી અને બબલી પોતાની સાથે છેતરપિંડી થવા પર તેને પોતાના જીવવાનો સહારો બનાવી લે છે અને પછી બંન્ને છેતરનારને પકડવા માટે એક પોલીસ ઓફિસરને તેની પાછળ લગાવવામાં આવે છે, જેનું પાત્ર અમિતાભ બચ્ચને ભજવ્યુ હતુ. ફિલ્મમાં હાસ્ય, મજાક અને ઇમોશન પણ હતુ અને આ ફિલ્મ 2005ની સૌથી સફળ ફિલ્મોમાંથી એક હતી. 

અક્ષય કુમારની ફિલ્મ 'પૃથ્વીરાજ'ના સેટને કરી દેવામાં આવશે ધ્વસ્ત, જાણો શું છે કારણ  

આટલા કરોડની કરી હતી કમાણી
ફિલ્મના ડાયરેક્ટર શાદ અલી હતા અને તેનું પ્રોડક્શન આદિત્ય ચોપડાએ કહ્યુ હતુ. 117 મિનિટની આ ફિલ્મનું બજેટ 12 કરોડ રૂપિયા હતું અને ફિલ્મએ બોક્સ ઓફિસ પર આશરે 63 કરોડની કમાણી કરી હતી.આ ફિલ્મના બીજા ભાગ પર પણ કામ ચાલી રહ્યું છે.

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

જુઓ LIVE TV