#MeToo મામલે બોલવાનું પડ્યું ભારે, કરિયરને લાગ્યું ખંભાતી તાળું !

#MeToo કેમ્પેઇન અંતર્ગત અનેક સેલિબ્રિટીઓએ તેમની સાથે થયેલા શોષણની વિગતો શેયર કરી છે

#MeToo મામલે બોલવાનું પડ્યું ભારે, કરિયરને લાગ્યું ખંભાતી તાળું !

મુંબઈ : બહુચર્ચિત #MeToo કેમ્પેઇન અંતર્ગત લોકપ્રિય પ્લેબેક સિંગર ચિન્મયી શ્રીપદાએ કવિ, ગીતકાર અને લેખક વૈરામુથુ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. હવે જાતીય શોષણ સામે અવાજ ઉઠાવવાની સિંગરને આકરી સજા મળી રહી છે અને તેને છેલ્લા પાંચ મહિનાથી કોઈ કામ નથી મળ્યું કારણ કે ડબિંગ યુનિયને ચિન્મયી પર પ્રતિબંધ મૂકી દીધો છે. ચિન્મયીએ વૈરામુથુ સિવાય ડબિંગ યુનિયનના અધ્યક્ષ રાધા રવિને પણ આરોપીના પાંજરામાં ઉભા કરી દીધા હતા. વૈરામુથુ વિરૂદ્ધ સિંગરે ફરિયાદ નોધાવી હતી અને તેણે આ જાણકારી ટ્વીટ કરીને આપી હતી. 

28 ફેબ્રુઆરીએ તેણે ટ્વીટ કરીને લખ્યું હતું કે મેં શ્રીમાન વૈરામુથુ વિરૂદ્ધ રાષ્ટ્રીય મહિલા પરિષદમાં એક ઔપચારિક ફરિયાદ નોંધાવી છે. હવે મારી પાસે માત્ર આ એક જ કાનૂની રસ્તો છે. હું NCW @Manekagandhibjp દ્વારા મદદની રાહ જોઈ રહી છું જેની મારી ફરિયાદનો ઉકેલ આવે. @PMOIndia.'' નોંધનીય છે કે વૈરામુથુ પર 8 મહિલાઓએ #MeToo મૂવમેન્ટ અંતર્ગત આરોપ લગાવ્યો છે. 

ચિન્મયીએ વૈરામુથુ પર આરોપ લગાવતા કહ્યું હતું કે ''અમે સ્વિટ્ઝર્લેન્ડ ગયા હતા. અમે પર્ફોમન્સ આપ્યું. બધા ચાલ્યા ગયા પણ મારી માતા અને મને રોકાવાનું કહેવામાં આવ્યું. આયોજકોએ મને વૈરામુથુ સરની હોટેલમાં વિઝિટ કરવાનું કહ્યું. મેં જ્યારે સવાલ કર્યો તો જવાબ મળ્યો કે પ્લીઝ  કોઓપરેટ. મેં ના પાડી દીધી અને મને તરત ભારત પરત મોકલી દેવાનો આગ્રહ કર્યો. મારી આ વાત સાંભળીને તેમણે ધમકી આપી કે મારી કોઈ કરિયર નહીં રહે.''

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news