સીએમ રૂપાણીની તબિયત લથડી, જૂનાગઢ સહિતના તમામ કાર્યક્રમો કર્યા રદ

સીએમ રૂપાણીની અચાનક તબિયત લથડતા જૂનાગઢ સહિતના તમામ કાર્યક્રમો રદ કર્યા છે. જો કે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ નિયત સમયે જૂનાગઢ પહોંચશે અને ધર્મ સભામાં હાજરી આપી હતી.

સીએમ રૂપાણીની તબિયત લથડી, જૂનાગઢ સહિતના તમામ કાર્યક્રમો કર્યા રદ

હનીખ ખોખર/ હિતલ પરીખ, ગાંધીનગર: જૂનાગઢ મિની કુંભ મેળાનો આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સીએમ રૂપાણી આજે જૂનાગઢમાં યોજનાર મિની કુંભ મેળામાં ધર્મ સભામાં હાજરી આપવાના હતા. પરંતુ સીએમ રૂપાણીની અચાનક તબિયત લથડતા જૂનાગઢ સહિતના તમામ કાર્યક્રમો રદ કર્યા છે. જો કે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ નિયત સમયે જૂનાગઢ પહોંચશે અને ધર્મ સભામાં હાજરી આપી હતી.

આજે સવારે ગાંધીનગર ખાતે ગુજરાત સહકારી મહાસંમેલન-2019નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સીએમ રૂપાણી હાજરી આપવાના હતા, પરંતુ અચાનક તબિયત ખરાબ હોવાના કારણે તેઓ ગેરહાજર રહ્યાં હતા. જો કે ત્યારબાદ તેઓ રાજકોટ એરપોર્ટ પરથી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે જૂનાગઢના ભવનાથ ખાતે આયોજીત ધર્મ સભાનું સંબોધન કરવા રવાના થયા હતા. પરંતુ અચાનક તેમની ખરાબ થતા સીએમ રૂપાણી જૂનાગઢનો કાર્યક્રમ રદ કર્યો હતો અને તેમને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવા સહિતની વ્યવસ્થા શરૂ કરાઈ હતી.

સીએમ રૂપાણીની સારવાર દરમિયાન સોનોગ્રાફી પણ કરવામાં આવી હતી. જેમાં તેમને આંતરડામાં સોજા હોવાની વાત બહાર આવતા ડોક્ટરોએ તેમને આરામ કરવાની સલાહ આપી હતી. જેને લઇ સીએમ રૂપાણીએ તેમના તમામ કાર્યક્રમો રદ કરી દીધા છે અને તેઓ રાજકોટથી ગાંધીનગર પરત ફર્યા હતા. જો કે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ નિયત સમયે જૂનાગઢ પહોંચશે અને ધર્મ સભામાં હાજરી આપી હતી.

સાદાઈથી નીકળશે નાગા સાધુઓની રવેડી
આ અગાઉ મેળાના પ્રારંભ પૂર્વે ભવનાથ મંદિરમાં શિવરાત્રીના કુંભમેળાને લઈને યોજાયેલી અંતિમ બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે, રવેડી દરમિયાન બેન્ડવાજા નહિ વગાડવામાં આવે. આ ઉપરાંત રવેડીમાં હાથી, ઘોડા પણ નહીં રાખવામાં આવે. બહુ જ સાદાઈથી નાગાસાધુઓની રવેડી કાઢવામાં આવશે. તો અન્ય તમામ કાર્યક્રમો રાબેતામુજબ ચાલશે. 

સાધુ-સંતોની મળનારી દક્ષિણા પુલવામાના શહીદોને દાન કરાશે
જૂનાગઢના શિવ કુંભ મેળામાં અખાડા પરિષદની બેઠકમાં ગઈકાલે મહત્વનો નિર્ણય લેવાયો હતો. અખિલ ભારતીય અખાડા પરિષદના મહામંત્રી હરિગીરીજી મહારાજના સાનિધ્યમાં બેઠક યોજાઈ હતી. જેમાં નક્કી કરાયું હતું કે, સાધુ સંતોને મળનારી દાન દક્ષિણાની તમામ ધન રાશિ પુલવામાના શહીદોના પરિવારને અર્પણ કરાશે. તો ગિરનારના રાષ્ટ્રવાદી સંત ઈન્દ્રભારતી બાપુના પ્રસ્તાવ પર સંતોએ મહોર મારી હતી. મહામંડેશ્વર ભરતીબાપુ, મહામંડેશ્વર મહેન્દ્રનંદગીરીજી મહારાજ અને તનસુખગિરિજી મહારાજે પણ આ બાબતને સમર્થન આપ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news