કોરોનાઃ અક્ષયે દાન કર્યાં 25 કરોડ રૂપિયા, ટ્વિંકલ બોલી- ગર્વ છે તારા પર

અક્ષય કુમારની આ પહેલથી ફેન્સ તો ખુબ ખુશ છે, સૌથી વધુ ગર્વ અનુભવી રહી છે તેની પત્ની અને અભિનેત્રી ટ્વિંકલ ખન્ના. 

કોરોનાઃ અક્ષયે દાન કર્યાં 25 કરોડ રૂપિયા, ટ્વિંકલ બોલી- ગર્વ છે તારા પર

નવી દિલ્હીઃ કોરોના વાયરસ સામે તમામ દેશ લડાઈ લડી રહ્યાં છે. હજારો લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. આ સંકટના સમયમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બધાને PM-Cares Fund માં પોતાનો સહયોગ આપવાની વાત કરી હતી. આ વાત પર સૌથી પહેલા અમલ કર્યો બોલીવુડના ખેલાડી અક્ષય કુમારે. તેણે સીધી 25 કરોડની સહાયતા રાશિ આપવાની જાહેરાત કરી છે. 

અક્ષયની પહેલ પર ટ્વિંકલ ખન્નાનું રિએક્શન
અક્ષય કુમારની આ પહેલથી ફેન્સ તો ખુશ છે, સૌથી વધુ ગર્વ અનુભવ કરી રહી છે તેની પત્ની અને અભિનેત્રી ટ્વિંકલ ખન્ના. તેણે ટ્વીટર પર એક મોટી પોસ્ટ લખી પોતાની ખુશી વ્યક્ત કરી છે. તે લખે છે- આ વ્યક્તિ મને કેટલો વર્ગનો અનુભવ કરાવે છે. મેં અક્ષયને પૂછ્યું કે શું તે ખરેખર આટલી મોટી રકમ આપશે કારણ કે આટલા પૈસા અમારે ભેગા કરવા પડત. પરંતુ અક્ષયે મને તે વાત કરી કે મારી પાસે કંઇ ન હતું જ્યારે મેં મારૂ કરિયર શરૂ કર્યું હતું, આજે જ્યારે મારી પાસે છે તો પીછેહટ ન કરી શકું. જેની પાસે કંઇ નથી તેની મદદ કર્યા વિના ન રહી શકું. 

— Twinkle Khanna (@mrsfunnybones) March 28, 2020

તે વાતમાં કોઈ શંકા નથી કે અક્ષય કુમારનું આ સુંદર પગલું બીજાને પણ આ સંકટના સમયમાં દેશ માટે કંઇ કરવા પ્રેરિત કરશે. અક્ષય કુમાર દ્વારા આપવામાં આવેલી 25 કરોડની રકમ હિન્દુસ્તાન માટે વરસાદ સાબિત થશે કારણ કે આ સમયે દેશ જે પરિસ્થિતિઓમાં છે, તેવામાં નાની નાની પહેલ મોટો પ્રભાવ પાડશે. 

કોરોના બાદ સોશિયલ મીડિયા પર એક્ટિવ અક્ષય
આમ તો અક્ષય કુમાર તે સમયથી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ થઈ ગયો હતો જ્યારે દેશમાં કોરોના વાયરસની એન્ટ્રી થઈ હતી. તેણે પોતાના સ્કેલ પર મોટું જાગરૂતતા અભિયાન ચલાવ્યું હતું, તેણે ક્યારેક લોકોને પ્રેમથી સમજાવ્યા તો ક્યારેક ગુસ્સો પણ કર્યો હતો. પરંતુ દર વખતે તેણે દેશહિત માટે આગળ આવીને પહેલ કરી છે. મહત્વનું છે કે અક્ષય સિવાય અન્ય કલાકાર પણ છે જે મદદ કરી રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news